શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, સેબીના ચેરપર્સને કહ્યું 28 માર્ચથી શરૂ થશે T+0 ટ્રેડ સેટલમેન્ટ
શેરબજારના રોકાણકારો માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જે દિવસે શેરની ખરીદી કરી હશે તે જ દિવસે સેટલમેન્ટ થઈ જશે. સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે આજે જણાવ્યું હતું કે, T+0 ટ્રેડ સેટલમેન્ટ સાયકલ 28 માર્ચે વૈકલ્પિક ધોરણે શરૂ કરવામાં આવશે.

શેરબજારના રોકાણકારો માટે મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જે દિવસે શેરની ખરીદી કરી હશે તે જ દિવસે સેટલમેન્ટ થઈ જશે. માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે આજે 11 માર્ચના રોજ જણાવ્યું હતું કે, T+0 ટ્રેડ સેટલમેન્ટ સાયકલ 28 માર્ચે વૈકલ્પિક ધોરણે શરૂ કરવામાં આવશે.

સેબીના ચેરપર્સને આગળ કહ્યું કે માર્ચ 2025થી ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ સાયકલ પણ શરૂ થઈ જશે. ઈન્સ્ટન્ટ સેટલમેન્ટમાં, ટ્રેડ સેટલમેન્ટ તરત જ કરવામાં આવશે. હાલ ફંડ અને સિક્યોરિટીઝનું સેટલમેન્ટ T+1 સેટલમેન્ટ સાયકલના આધારે થાય છે. સેબીએ નવા ટ્રેડ સેટલમેન્ટ સાયકલને બે તબક્કામાં લાગુ કરવાની દરખાસ્ત કરી છે.

પ્રહેલા તબક્કામાં T+0 સેટલમેન્ટ સાયકલ વૈકલ્પિક ધોરણે લાગુ કરવામાં આવશે. બપોરે 1:30 વાગ્યા સુધીના ટ્રેડ 4:30 વાગ્યા સુધીમાં સેટલ થઈ જશે. બીજા તબક્કામાં વૈકલ્પિક ધોરણે ફંડ અને સિક્યોરિટીઝની તાત્કાલિક પતાવટ શક્ય છે. આ માટે 3:30 સુધી ટ્રેડિંગનું સેટલમેન્ટ થઈ શકે છે.

ટ્રેડ સેટલમેન્ટ સાયકલમાં આ મોટો બદલાવ સ્ટોક માર્કેટમાં લિક્વિડિટી વધારવામાં મદદરૂપ થશે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઇન્ડિયાની ઈવેન્ટમાં વાતચીત દરમિયાન સેબીના ચેરપર્સને કહ્યું કે, SME સેગમેન્ટમાં કેટલાક હેરાફેરીના સંકેતો મળી રહ્યા છે. અમને માર્કેટમાંથી પ્રતિસાદ મળ્યો છે. અમે તેના પર પગલાં લેવા માટે કામ કરી રહ્યા છીએ.

સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે એમ પણ કહ્યું હતું કે, માર્કેટ રેગ્યુલેટર IPO ના ભાવમાં ચાલાકી પર નજર રાખી રહ્યું છે. તેમણે આ વાત કેટલાક આઈપીઓના ટ્રેડિંગ લેવલના આધારે કહી છે. તેના પર તેમણે કહ્યું કે સેબી પ્રારંભિક પગલા તરીકે SME IPO માટે ડિસ્ક્લોઝર લાગુ કરવા પર વિચાર કરી રહી છે.
