AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate: સોનાના ભાવ રોકેટની માફક ઊંચા ઊડશે કે હજુ પણ નીચે પટકાશે? આ ‘ફેક્ટર્સ’ ગોલ્ડના ભાવ પર અસર કરશે કે પછી…?

સતત થઈ રહેલા ઉછાળા બાદ હવે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એવામાં રોકાણકારોના મનમાં સવાલ છે કે, આ ઘટાડો માત્ર એક નાનો સુધારો છે કે પછી લાંબાગાળાની મંદીની શરૂઆત થઈ ગઈ છે?

| Updated on: Oct 26, 2025 | 8:47 PM
Share
વિશ્લેષકોનું માનવું છે કે, રોકાણકારો યુએસ ફેડરલ રિઝર્વ બેઠક અને ચેરમેન જેરોમ પોવેલના નિવેદન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે વ્યાજ દર પર સંકેત આપશે. વધુમાં, દક્ષિણ કોરિયામાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક તેમજ ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બેંકની સમીક્ષા બેઠક પણ સોનાના ભાવની દિશા નક્કી કરી શકે છે.

1 / 8
જેએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મીરે જણાવ્યું હતું કે, સતત 10 અઠવાડિયાના વધારા પછી સોનાના ભાવમાં પહેલીવાર ઘટાડો જોવા મળ્યો. તેમણે કહ્યું કે, આ ઘટાડો પ્રોફિટ બુકિંગ, ભારત અને ચીન જેવા એશિયન બજારોમાં નબળી ફિઝિકલ ડિમાન્ડ અને મજબૂત યુએસ ડોલરને કારણે થયો છે.

2 / 8
સપ્તાહના બીજા ભાગમાં ભારતમાં સોનાની ખરીદી સુસ્ત રહી. આવું એટલા માટે થયું કેમ કે, ગ્રાહકોએ વધુ ઘટાડાની અપેક્ષા રાખી હતી, જ્યારે ચીન અને સિંગાપોરમાં નીચા ભાવને કારણે કેટલીક ખરીદી જોવા મળી હતી.

3 / 8
વિશ્લેષકો કહે છે કે, આગામી સપ્તાહે ઘરેલું બજારમાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી શકે છે. આનું ખાસ કારણ એ છે કે, રોકાણકારો હવે ઘણી મુખ્ય સેન્ટ્રલ બેંક બેઠકો અને ગ્લોબલ ટ્રેડ પર નજર રાખી રહ્યા છે.

4 / 8
મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર મહિનામાં સોનાના વાયદા (Gold Futures) ના ભાવ સપ્તાહ દરમિયાન ₹3557 અથવા 2.8% ઘટ્યા હતા. એન્જલ વન ખાતે નોન-એગ્રી કોમોડિટીઝ અને કરન્સી રિસર્ચના DVP પ્રથમેશ માલ્યાના જણાવ્યા અનુસાર, સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગને કારણે આ ઘટાડો થયો હતો.

5 / 8
વધુમાં, યુએસ-ચીન વેપાર સંબંધમાં સુધારો થવાના સંકેતો અને ભારત-યુએસ વેપાર વાટાઘાટોમાં સકારાત્મક પરિણામની અપેક્ષાઓએ જોખમ લેવાની પ્રવૃત્તિમાં વધારો કર્યો, જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો.

6 / 8
આંતરરાષ્ટ્રીય સ્તરે, કોમેક્સ પર સોનાના ભાવ સપ્તાહ દરમિયાન 75.5 USD અથવા 1.8% ઘટ્યા. સપ્તાહની શરૂઆતમાં સોનું $4398 પ્રતિ ઔંસના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યું હતું પરંતુ મંગળવારે તે 6.11% અથવા $266.4 ઘટ્યું, જે એક દાયકામાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો હતો.

7 / 8
તાજેતરની રેકોર્ડ તેજી પછી ચાંદીમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. MCX પર ડિસેમ્બર મહિનામાં ચાંદીના વાયદામાં ₹9134 અથવા 5.83 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે 3.02 ટકા ઘટ્યો હતો. 17 ઓક્ટોબરે પ્રતિ ઔંસ USD 53.76 ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી 21 ઓક્ટોબરે તે ભાવ 8 ટકાથી વધુ ઘટીને USD 47.12 પ્રતિ ઔંસ થયો હતો, જે વર્ષ 2021 પછીનો સૌથી મોટો ઘટાડો છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

g clip-path="url(#clip0_868_265)">