તમારો છોકરો કે છોકરી વિદેશથી કેટલું સોનું ભારતમાં લાવી શકે છે ? હવે આને લગતા નિયમો શું છે ?
સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે. આ પરિણામે કેટલાક લોકો એવા દેશોમાં મુસાફરી કરે છે કે જ્યાં સોનાનો ભાવ ભારત કરતાં ઓછો હોય. એવામાં ચાલો સમજીએ કે, વિદેશથી કેટલું સોનું ભારતમાં લાવી શકાય...

ભારતમાં સોનાને માત્ર ધાતુ જ નહીં પરંતુ સુરક્ષિત રોકાણ પણ માનવામાં આવે છે. લગ્ન પ્રસંગથી લઈને તહેવારો સુધી 'સોનું' ભારતીય સમાજમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

બીજું કે, સોનાને લોકો 'સલામત રોકાણ' તરીકે પણ જુએ છે, કારણ કે સમય જતાં તેનું મૂલ્ય વધી રહ્યું છે. આ જ કારણ છે કે, ભારત વિશ્વમાં સૌથી વધુ સોનાની આયાત કરતો દેશ છે.

સોનાના ભાવ સાથે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો. મંગળવારે, ચાંદી ₹6,000 વધીને ₹1,85,000 પ્રતિ કિલોગ્રામ થઈ, જે તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. કાલે બજાર ચાંદી ₹1,79,000 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ સતત પાંચમા દિવસે ચાંદીના ભાવમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો અને ઝવેરીઓ બંને તહેવારોની મોસમ દરમિયાન સક્રિયપણે ચાંદી અને સોનાની ખરીદી કરી રહ્યા છે.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના ડેટા અનુસાર, 99.9% શુદ્ધ સોનું ₹2,850 વધીને ₹1,30,800 પ્રતિ 10 ગ્રામ થયું, જે તેના અગાઉના બંધ ભાવ ₹1,27,950 કરતા નોંધપાત્ર રીતે વધારે છે. તેવી જ રીતે, 99.5% શુદ્ધ સોનું પણ ₹2,850 વધીને ₹1,30,200 પ્રતિ 10 ગ્રામ થયું, જે તેના અગાઉના બંધ ભાવ ₹1,27,350 કરતા નોંધપાત્ર રીતે વધારે છે.

દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો થોડાક દિવસમાં આવશે, સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. મંગળવાર, 14 ઓક્ટોબરના રોજ, દિલ્હીમાં સોનાએ પ્રતિ 10 ગ્રામ ₹1.3 લાખનો આંકડો પાર કર્યો, જે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં સોનામાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળી રહ્યો છે.

ખાસ પરિસ્થિતિઓમાં, ભારતીય મૂળના લોકો 10 કિલોગ્રામ સુધીનું સોનું લાવી શકે છે પરંતુ આને લગતા નિયમો વધુ કડક છે. 6 મહિનાથી વધુ સમય સુધી વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો ભારતમાં 10 કિલોગ્રામ સુધીનું સોનું લાવી શકે છે.

ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ વાત એ છે કે, 10 કિલોગ્રામ સોનું લાવવા માટે પરવાનગી તો છે પરંતુ એના પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી જરૂરી છે. આ સાથે જ સોના પર ટેક્સ વિદેશી ચલણમાં ચૂકવવો આવશ્યક છે, એટલે કે તે પૈસા ભારતની બહાર કમાયેલા અથવા મોકલેલા હોવા જોઈએ.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
