Gold Silver Rate : સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે, નવરાત્રીના પહેલા જ દિવસે બંને ધાતુ રંગમાં…. જાણો આજનો ભાવ
નવરાત્રીનો આજે પહેલો જ દિવસ છે અને સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. જણાવી દઈએ કે, આ બંને ધાતુઓના ભાવ ઓલ ટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે.

સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બંને ધાતુઓના ભાવ ઓલ ટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. સોમવારે નવરાત્રીના પહેલા દિવસે દિલ્હીમાં સોનાના ભાવ ₹2,200 વધીને ₹1,16,200 પ્રતિ 10 ગ્રામની નવી ટોચ પર પહોંચ્યા.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું શુક્રવારે ₹10 ગ્રામ દીઠ ₹1,14,000 પર બંધ થયું. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન અનુસાર, ચાંદીના ભાવમાં સોમવારે ₹4,380 નો નોંધપાત્ર વધારો થયો, જે ₹1,36,380 પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઇમ હાઇ સ્તરે પહોંચ્યો.

આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના વલણને કારણે સ્થાનિક બજારમાં સોના અને ચાંદી બંને રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ)નું આકરું વલણ આ વર્ષના અંત સુધીમાં વધુ બે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા સૂચવે છે, જે યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાને મર્યાદિત કરી શકે છે, જ્યારે કિંમતી ધાતુના ભાવમાં તેજીને ટેકો આપી શકે છે."

ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹37,250 અથવા 47.18 ટકા વધ્યા છે, જે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રતિ 10 ગ્રામ ₹78,950 હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો ₹46,680 અથવા 52.04 ટકા વધ્યા છે, જે 31 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રતિ કિલો ₹89,700 હતા.

કોટક સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના AVP, કાયનત ચૈનવાલાએ જણાવ્યું હતું કે, "સ્પોટ ગોલ્ડના ભાવ પ્રતિ ઔંસ $3,728 ની નવી સપાટીએ પહોંચી ગયા છે. રોકાણકારો મંગળવારે ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ના અધિકારીઓ અને ફેડ ચેરમેન જેરોમ પોવેલના ભાષણની રાહ જોઈ રહ્યા છે, જે પોલિસીને લઈને વધારાની માહિતી પ્રદાન કરશે."
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
