સગાઇ તૂટવાનું ફોટોશૂટ ! લગ્ન પહેલા બોયફ્રેન્ડે ચીટિંગ કરી તો મહિલાએ તોડી નાખી સગાઇ, લાખોનો વેડિંગ ડ્રેસ ઝાડ પર લટકાવી છાંટ્યો કાળો રંગ

27 વર્ષની મેરિડિથ મેટા (Meredith Mata) અમેરિકાના વોશિંગ્ટન નિવાસી છે. મેટા 4 વર્ષ સુધી તેના બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં હતી અને સપ્ટેમ્બર 2020 માં તેમની સગાઈ પણ થઈ હતી.

1/6
27 વર્ષની મેરિડિથ મેટા (Meredith Mata) અમેરિકાના વોશિંગ્ટન નિવાસી છે. મેટા 4 વર્ષ સુધી તેના બોયફ્રેન્ડ સાથે રિલેશનમાં હતી અને સપ્ટેમ્બર 2020 માં તેમની સગાઈ પણ થઈ હતી. જ્યારે તેમને ખબર પડી કે બોયફ્રેન્ડે તેમની સાથે ચીટિંગ કરી છે, ત્યારે તેણે જાતે જ સગાઇ તોડી નાખી.

2/6
રસપ્રદ વાત એ છે કે તેણે પોતાની સગાઇ તૂટવાનું પણ ફોટોશૂટ કરાવ્યુ. ફોટોશૂટની જગ્યા એ જ હતી જ્યાં તે પોતાનું પ્રી વેડિંગ શૂટ કરાવવાની હતી બસ તેણે સફેદ રંગના ડ્રેસની બદલે કાળા રંગનો ડ્રેસ પહેર્યો હતો.

3/6
તેણે આ શૂટને અન એન્ગેજમેન્ટ ફોટોશૂટ તરીકે ઓળખાવ્યું હતું. કાળા ડ્રેસમાં સજ્જ, મેટાએ તેની સગાઈનો ડ્રેસ એક ઝાડ પર લટકાવ્યો અને તેના પર કાળો રંગ છાંટ્યો.  મેટા વ્યવસાયે ડેન્ટલ હાઇજીનીસ્ટ છે. તેણે હાર્ટબ્રેકિંગ સિચ્યુએશનને સશક્તિકરણનું નામ આપ્યું.

4/6
તેણે દુ:ખમાં પણ પોતાની જાતને સજાવવાની ભાવના દર્શાવી અને દુખી થવાને બદલે તેણે ઉજવણી કરી. તે કહે છે કે તેણે છૂટાછેડાની પાર્ટીઓ પહેલા જોઈ હતી પરંતુ તેને અંદાજો ન હતો કે ક્યારે તેણે પણ આવી ઉજવણી કરવી પડશે.

5/6
એક સમયે તેણે ખરીદેલા લાખોના વેડિંગ ડ્રેસને તેણે ઝાડ પર લટકાવીને તેના પર કાળો રંગ છાંટ્યો હતો. તેના મંગેતરને રિવીલિંગ ડ્રેસ પસંદ ન હોવાથી, તેણે બ્રેક-અપના ફોટોશૂટ માટે બ્લેક કલરનો રિવીલિંગ ડ્રેસ પસંદ કર્યો.

6/6
આ બધું તેના માટે સરળ નહોતું. તેણે પોતાના લગ્ન માટે મોટા સપના સજાવ્યા હતા અને તેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન, તેણે એક કેક પણ કાપી હતી, જેના પર લગ્નની તારીખ સાથે લખવામાં આવ્યું હતું કે, હવે તે આ નહીં કરે

Click on your DTH Provider to Add TV9 Gujarati