તસ્વીરો: દિલ્હી અક્ષરધામ મંદિરમાં દિવાળીની ઉજવણી, દીવાથી જગમગી ઉઠ્યુ મંદિર
દિલ્હીના અક્ષરધામ મંદિરનો દિવાળીનો પર્વ ખુબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યામાં પરત આવ્યા હતા. ત્યારે દર દિવાળી દિલ્હી અક્ષરધામ મંદિરમાં તેની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે.

દિલ્હીના સ્વામીનારાયણ અક્ષરધામમાં દિવાળીનો તહેવાર ખુબ જ ખુશી સાથે ઉજવવામાં આવ્યો. મંદિરને સુંદર રોશનીથી સજાવવામાં આવ્યું. સવારે અક્ષરધામના પ્રભારી સંત પૂજ્ય મુનિવત્સલદાસ સ્વામીજીની અધ્યક્ષતામાં એક ભક્તિપૂર્ણ મહાપૂજા કરવામાં આવી.

સ્વામીજીએ જણાવ્યું કે દિવાળી ભગવાન શ્રી રામ વનવાસ બાદ અયોધ્યા પરત આવ્યા હતા તે ઉત્સવનું પ્રતિનિધિત્વ કરે છે, જે અસત્ય પર સત્ય, અંધકાર સામે પ્રકાશ, બુરાઈ પર અચ્છાઈ અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતિક છે. આ તહેવાર 5 દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજ સામેલ છે.

પરંપરા મુજબ મહાપૂજા દરમિયાન શ્રદ્ધાળુઓના ચોપાડાનું પૂજન કરવામાં આવ્યું. મહંત સ્વામી મહારાજે તમામ ભક્તો માટે તન,મન અને ધન માટે અને સમગ્ર વિશ્વમાં શાંતી રહે તે માટે પ્રાર્થના કરી.

અયોધ્યામાં શ્રી રામ મંદિર અને અબૂધાબીમાં સ્વામીનારાયણ મંદિરમાં ભક્તિપૂર્ણ મૂર્તિ પ્રતિષ્ઠાના સફળ આયોજન માટે પણ પ્રાર્થના કરવામાં આવી.

સાંજે અક્ષરધામ મંદિરના પ્રાંગણમાં દિવાની સાથે તમામ ભક્તો ઉભા રહ્યા, તે અદભૂત ક્ષણ હતી.
