દેઓલ પરિવારમાં જશ્ન, જન્મદિવસની કેક કટિંગ દરમિયાન ધર્મેન્દ્ર થયા ભાવુક, સનીએ રુમાલથી લૂછ્યાં આંસુ
આપણે બધા જાણીએ છીએ કે ચાહકો હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને કેટલો પ્રેમ કરે છે. બોલિવૂડના હી-મેનના દરેક જન્મદિવસની જેમ, તેમના 88માં જન્મદિવસને ખાસ બનાવવા માટે, ચાહકો તેમના માટે કેક લઈને આવ્યા હતા. સની દેઓલે ધર્મેન્દ્ર સાથે મળીને તેના પિતાના જન્મદિવસની કેક કાપી હતી. આ દરમ્યાન ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા.

ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મ જગતના એક એવા અભિનેતા છે, જેમને ચાહકો માત્ર તેમની ફિલ્મો માટે જ નહીં, પરંતુ તેમની સરળ શૈલી માટે પણ પસંદ કરે છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર 8 ડિસેમ્બરે તેમનો 88મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દિવસે ધર્મેન્દ્ર 88માં જન્મદિવસની કેક કાપી રહયા હતા. કેક કાપતી વખતે સની ભાવુક થયા હતા. જે બાદ હી-મેન અચાનક કંઈક એવું કરી નાખે છે જેનાથી હસવું આવશે.

ધર્મેન્દ્રનો 88મો જન્મદિવસ આપણે જાણીએ છીએ કે તેમના ચાહકો હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રને કેટલો પ્રેમ કરે છે. બોલિવૂડના હી-મેનના દરેક જન્મદિવસની જેમ, તેમના 88માં જન્મદિવસને ખાસ બનાવવા માટે, ચાહકો તેમના માટે કેક લઈને આવ્યા હતા. સની દેઓલે ધર્મેન્દ્ર સાથે તેના પિતાના જન્મદિવસની કેક કાપી હતી.

ધર્મેન્દ્ર હિન્દી જગતના એક એવા અભિનેતા છે, જેમને ચાહકો માત્ર તેમની ફિલ્મો માટે જ નહીં, પરંતુ તેમની સરળ શૈલી માટે પણ પસંદ કરે છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર 8 ડિસેમ્બરે તેમનો 88મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના ફેન્સ તેમના ફેવરિટ અભિનેતાના જુહુના ઘરની બહાર તેમનો જન્મદિવસ ઉજવવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધર્મેન્દ્રના ઘરની બહારના ઝાડ પર માત્ર મોટા-મોટા પોસ્ટર જ લગાવ્યા ન હતા, આ સાથે એક મોટી કેક પણ કાપી હતી.

સની દેઓલે તેના ચાહકો માટે તેના પિતાના જન્મદિવસને વધુ ખાસ બનાવ્યો. જો કે, કેક કટિંગ દરમિયાન ગદર 2 એક્ટર એકદમ ભાવુક થઈ ગયો હતો. ધર્મેન્દ્ર માટે તેમના ચાહકો તેમના જુહુના ઘરે 7 ફ્લોરની કેક લાવ્યા હતા, જેના પર લખ્યું હતું, "ધર્મેન્દ્ર એક અનમોલ રતન, આંતરરાષ્ટ્રીય ફેન ક્લબ". આ સિવાય કેકની ટોચ પર રાજાનો તાજ બનાવવામાં આવ્યો હતો અને સમગ્ર કેકની આસપાસ ધર્મેન્દ્રના ફોટા પણ લગાવવામાં આવ્યા હતા.

સની દેઓલે જુહુના ઘરે ફેન્સ અને મીડિયાની હાજરીમાં કેક કટિંગ કરી હતી. જો કે, આ સમય દરમિયાન, તેના પિતા માટે ચાહકોનો પ્રેમ જોઈને અભિનેતાની આંખો ભીની થઈ ગઈ. તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સની દેઓલ તેના પિતાના કેક કટિંગ દરમિયાન રૂમાલથી આંસુ લૂછતો જોવા મળ્યો હતો, જેને જોઈને ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા.
