MS ધોનીએ આ સ્ટાર્ટઅપમાં કર્યું મોટું રોકાણ, જાણો શું છે કંપનીનો બિઝનેસ, જુઓ ફોટો
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ફિટનેસ સ્ટાર્ટઅપ Tagda Raho માં રોકાણ કર્યું છે. હાલ કંપનીએ જાહેર નથી કર્યું કે તેમણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે અને કેટલો હિસ્સો ખરીદ્યો છે. સ્ટાર્ટઅપે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પાર્ટનરશીપ દ્વારા સમગ્ર દેશમાં વિસ્તરણ કરવામાં મદદ મળશે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ ફિટનેસ સ્ટાર્ટઅપ Tagda Raho માં રોકાણ કર્યું છે. હાલ કંપનીએ જાહેર નથી કર્યું કે તેમણે કેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે અને કેટલો હિસ્સો ખરીદ્યો છે.

સ્ટાર્ટઅપે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ પાર્ટનરશીપ દ્વારા સમગ્ર દેશમાં વિસ્તરણ કરવામાં મદદ મળશે. આ ફિટનેસ સ્ટાર્ટઅપની શરૂઆત ઋષભ મલ્હોત્રાએ વર્ષ 2020માં કરી હતી. આ ફિટનેસ સ્ટાર્ટઅપ હેઠળ ટ્રેડિશનલ ઈન્ડિયન ઈક્વિપમેન્ટ મોર્ડન ટ્રેનિંગ અપ્લિકેશન સાથે પૂરા પાડવામાં આવે છે.

હાલ આ સ્ટાર્ટઅપ બેંગલુરુમાં ટ્રેનિંગ આપે છે. અહીં કંપનીએ ડગઆઉટ બનાવ્યું છે. ડગઆઉટ હેઠળ લોકોને એક જ જગ્યાએ અનેક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે. આવતા મહિને આ સ્ટાર્ટઅપ મહારાષ્ટ્રમાં તેનું પ્રથમ ડગઆઉટ ખોલવાની તૈયારી કરી રહ્યું છે.

આ કંપની આવતા વર્ષ સુધીમાં તેનો બિઝનેસ 4-5 રાજ્યોમાં વિસ્તારવાની તૈયારી કરી રહી છે. સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા અંગે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, હું એવા સ્ટાર્ટઅપ્સ અને હોમગ્રોન બ્રાન્ડ્સમાં રોકાણ કરવામાં માનું છું જેને હું આગળ વધારવામાં મદદ કરી શકું. Tagda Raho મારા માટે ખૂબ જ રસપ્રદ છે.

ધોનીએ આગળ કહ્યુ કે, આ ફિટનેસ સ્ટાર્ટઅપના પ્રોગ્રામ એથ્લેટ્સ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને તેમને ઈજાઓથી પણ બચાવશે. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય સ્ટાર્ટઅપ્સમાં સક્રિય રોકાણકાર છે. તેમણે Rigi, Shaka Harry, Garuda Aerospace અને HomeLane જેવા ઘણા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે.
