વિશાખાપટ્ટનમ ટેસ્ટના પહેલા દિવસે યશસ્વી જયસ્વાલે બનાવ્યા અનેક રેકોર્ડ, યાદ અપાવ્યા જુના દિવસો
પ્રથમ દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અત્યાર સુધી આ બેટ્સમેને પોતાની ઈનિંગમાં 17 ફોર અને 5 સિક્સર ફટકારી છે. યશસ્વીએ પોતાની સદીની ઈનિંગ્સ દરમિયાન એક અનેક મોટા રેકોર્ડ બનાવ્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. પહેલા દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટે 336 રન છે. વિશાખાપટ્ટનમ ટેસ્ટનો પહેલો દિવસ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના નામે રહ્યો હતો. એક તરફ ભારતીય બેટ્સમેનો પેવેલિયનની તરફ જતા રહ્યા, પરંતુ બીજી બાજુ યશસ્વી જયસ્વાલે ઈંગ્લિશ બોલરોની હેરાન કરવાનું ચાલુ રાખ્યું.

પહેલા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ 257 બોલમાં 179 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અત્યાર સુધી આ બેટ્સમેને પોતાની ઈનિંગમાં 17 ફોર અને 5 સિક્સર ફટકારી છે. યશસ્વી જયસ્વાલે પહેલા દિવસે ઘણા રેકોર્ડ બનાવ્યા. ભારત માટે ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેનોની લિસ્ટમાં વીરેન્દ્ર સેહવાગ ટોપ પર છે. 2004માં મુલ્તાન ટેસ્ટના પહેલા દિવસે વીરેન્દ્ર સેહવાગે 228 રન બનાવ્યા હતા. આજે યશસ્વી જયસ્વાલે 179 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ ભારત માટે ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

વિરેન્દ્ર સેહવાગે મુલ્તાન ટેસ્ટ પહેલા મેલબોર્નમાં પહેલા દિવસે 195 રન બનાવ્યા હતા. આ પછી વસીમ જાફર બીજા સ્થાને છે. વસીમ જાફરે 2007માં કોલકાતામાં પાકિસ્તાન સામે 192 રનની ઈનિંગ રમી હતી. શિખર ધવન 190 રન સાથે ચોથા ક્રમે છે. ત્યારબાદ વીરેન્દ્ર સેહવાગ 180 રન સાથે પાંચમા સ્થાને છે. આ પછી યશસ્વી જયસ્વાલ છઠ્ઠા સ્થાને આવી ગયા છે.

યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોના લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ લિસ્ટમાં કરુણ નાયર ટોપ પર છે. કરુણ નાયરે 2016માં ચેન્નાઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 232 રન બનાવ્યા હતા. સુનીલ ગાવસ્કર અને યશસ્વી જયસ્વાલે 179-179 રન બનાવ્યા છે. યશસ્વીએ પોતાની શાનદાર સદીની ઈનિંગ દરમિયાન એક બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. યશસ્વી 23 વર્ષની ઉંમરે ઘર અને બહાર બંને ટેસ્ટ મેચોમાં સદી ફટકારનાર ચોથો ભારતીય ખેલાડી છે. આ પહેલા માત્ર રવિ શાસ્ત્રી, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જ આ કરી શક્યા હતા. યશસ્વીએ 22 વર્ષ અને 36 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે.

યશસ્વી જયસ્વાલના ટેસ્ટ કરિયર પર નજર કરીએ તો આ ખેલાડીએ 6 મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. યશસ્વી જયસ્વાલે ટેસ્ટમાં 65.56ની એવરેજથી 590 રન બનાવ્યા છે. જેમાં 2 સદી સિવાય 2 અડધી સદી નોંધાઈ હતી. આ સિવાય આ યુવા બેટ્સમેને ભારત માટે 17 T20 મેચ રમી છે.

































































