શું વિરાટ કોહલી આ દિવસે પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમશે?
ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ વિરાટ કોહલીએ દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. હવે ચાહકોના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે,વિરાટ કોહલી ક્યારે ભારત માટે રમતો જોવા મળશે, કારણ કે, કિંગ કોહલી માત્ર ટીમ ઈન્ડિયા માટે વનડે ક્રિકેટ જ રમશે.

પહેલા ટી20માંથી સંન્યાસ લીધો,હવે ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલીએ ચાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. વિરાટ કોહલીએ સોમવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે,તે હવે ટેસ્ટ ફોર્મેટમાં રમશે નહી. વિરાટ કોહલીએ અચાનક આ નિર્ણય લીધો તો ચાહકોના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે,આ દિગ્ગજ વનડે ફોર્મેટમાં ક્યાં સુધી રમશે?

એવું તો નથી કે,વનડે ફોર્મેટમાંથી પણ ટુંક સમયમાં સંન્યાસ લઈ લે.તમને જણાવી દઈએ કે, સંભવિત રીતે વિરાટ કોહલીનું ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લી મેચ કઈ હોય શકે.

વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે પરંતુ એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે, વનડે ક્રિકેટમાં તે બાદશાહ છે. દુનિયા જો તેને કિંગના નામથી ઓળખે છે.

તો આનું મોટું કારણ વનડેમાં તેનો રેકોર્ડ છે.એવું માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલી આગામી 2 વર્ષ સુધી વનડે ક્રિકેટ રમતો જોવા મળી શકે છે. કારણ કે, 2027માં વનડે વર્લ્ડકપ રમાશે અને આ ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રમાશે.

સાઉથ આફ્રિકામાં વ્હાઈટ બોલ ફોર્મેટમાં વિરાટનો રેકોર્ડ સારો રહ્યો છે. વિરાટ ઈચ્છશે કે, ટી20ની જેમ વનડે ફોર્મેટમાં પણ તે વર્લ્ડકપ જીતી સંન્યાસ લે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતતી નથી તો જે દિવસે નોક આઉટ હશે તે દિવસે વિરાટના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લો દિવસ હોય શકે છે.

વિરાટ કોહલી હાલમાં 36 વર્ષનો છે અને 2027માં 38 વર્ષનો થશે. તેની ફિટનેસ શાનદાર છે. ત્યારે આગામી 2 વર્ષ સુધી વનડે ક્રિકેટ રમવું મુશ્કિલ હશે નહી.

તે ટેસ્ટ ક્રિકેટ પણ રમી શકતો હતો પછી અચાનક તેમણે આ ફોર્મેટ છોડ્યું. ચાહકો આશા રાખશે કે,વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં આવો નિર્ણય ના લે કારણ કે, આનાથી ભારતીય ક્રિકેટને મોટું નુકસાન થશે.
વિરાટ કોહલીને ક્રિકેટ જગતમાં કિંગ બનાવ્યો અને તેના કારણે ‘કિંગ કોહલી’નુ નવુ વિશ્વાસપાત્ર હુલામણુ નામ મળ્યું. વિરાટ કોહલીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































