હોટલના રૂમમાં સફેદ બેડશીટ (ચાદર) જ શા માટે હોય છે? રંગબેરંગી કેમ નહીં?

17 Dec 2024

Pic credit - Meta AI

ઘરમાં આપણે રંગબેરંગી, સુંદર પેટર્ન અને ડિઝાઈનવાળી બેડશીટ બેડ પર બિછાવીએ છીએ.

પરંતુ જો તમે ક્યારેય હોટેલમાં રોકાયા હો તો તમે નોટિસ કર્યુ હશે કે બેડ પર માત્ર વ્હાઈટ બેડશીટ જ લગાવેલી હોય છે

પરંતુ જો તમે ક્યારેય હોટેલમાં રોકાયા હો તો તમે નોટિસ કર્યુ હશે કે બેડ પર માત્ર વ્હાઈટ બેડશીટ જ લગાવેલી હોય છે

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ છે? હોટલના રૂમમાં સફેદ બેડશીટ જ શા માટે વપરાય છે? તેની પાછળ એક જ નહીં પરંતુ અનેક કારણો છે.

હોટલ અને ટ્રેનમાં વપરાતી ચાદરને સાફ કરવા માટે બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે.

બ્લીચિંગ ટેકનીકથી ધોવામાં આવેલી ચાદરમાં કોઈ દુર્ગંધ પણ નથી આવતી, પરંતુ આ ટેક્નિકને કારણે રંગબેરંગી બેડશીટનો રંગ પહેલા વોશમાં જ ઉડી જાય છે

જ્યારે, સફેદ બેડશીટ જેવી હોય છે એવી જ રહે છે અને આસાનીથી સાફ પણ થઈ જાય છે. કોઈ દાગ ધબ્બા પણ જોવા મળતા નથી. 

સફેદ રંગ જોઈને આપણું મન અને મગજ શાંત થાય છે. આ રંગ સ્ટ્રેસને દૂર રાખે છે અને આપણી આસપાસ પોઝિટિવ વાઇબ્સ રહે છે.

તમે હોટેલમાં હો કે ટ્રેનમાં... તમે હળવાશ અનુભવો, એ જ કારણથી સફેડ બેડશીટ  આપવામાં આવે છે.

સફેદ ચાદર પર જામેલી ધૂળ કે દાગ આસાનીથી દેખાઈ આવે છે. આથી તેને સાફ કરવી પણ સરળ રહે છે. 

વળી સફેદ ચાદર જોઈને તરત જ ખબર પડી જાય છે કે તે સાફ થઈ છે કે નથી થઈ. આ જોઈને લોકોને વિશ્વાસ આવે છે કે કમરાની સફાઈ થઈ છે કે નથી થઈ.