Unjha APMC Election Result : ખેડૂત પેનલમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજયી
ઊંઝા APMC ચૂંટણી પરિણામ : સોમવારે 16 ડિસેમ્બરે ખેડૂત અને વેપારી વિભાગની ચૂંટણી યોજાઈ હતી. વેપારી વિભાગની ચાર અને ખેડૂત વિભાગની 10 મળી 14 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. આજે વહેલી સવારે 9 કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ખેડૂત વિભાગમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારની જીત થઇ છે.
ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત પેનલનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સોમવારે 16 ડિસેમ્બરે ખેડૂત અને વેપારી વિભાગની ચૂંટણી યોજાઈ હતી. વેપારી વિભાગની ચાર અને ખેડૂત વિભાગની 10 મળી 14 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. આજે વહેલી સવારે 9 કલાકથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ હવે વેપારી પેનલની મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ખેડૂત વિભાગનું પરિણામ જાહેર
ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની મત ગણતરી પૂર્ણ થઇ ગઇ છે. ખેડૂત પેનલમાં દિનેશ પટેલની જીત થઇ છે. મત ગણતરીમાં દિનેશ પટેલ જૂથના તમામ 10 ઉમેદવારો વિજયી થયા છે. પાંચ મેન્ડેટ વાળા અને પાંચ મેન્ડેટ વગરના ઉમેદવારો જીત્યા છે. ખેડૂત પેનલમાં પૂર્વ મંત્રી નારાયણ પટેલ પૌત્ર સુપ્રિતનો પરાજય થયો છે. ભાજપનુ મેન્ડેટ હોવા છતા તેમનો પરાજય થયો છે. ધારાસભ્ય કિરીટ પટેલના ખાસ ટેકેદાર એચ. કે પટેલનો પણ પરાજય થયો છે. ખેડૂત વિભાગમાં દિનેશ પટેલ પેનલની જીત બાદ તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
મહત્વનું છે કે સોમવારે યોજાયેલી ઊંઝા APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં કુલ 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં મત ગણતરી દરમિયાન કુલ 16 મત રદ થયા છે.તો કુલ 258માંથી 242 મતો માન્ય રખાયા છે. વેપારી વિભાગમાં 805 પૈકી 782 મતદારોએ મતદાન કર્યું હતું.ખેડૂત વિભાગમાં 98 ટકા અને વેપારી વિભાગમાં 97 ટકા મતદાન થયુ હતુ.આ ચૂંટણીમાં બંને વિભાગોમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા.