17 ડિસેમ્બરના મહત્વના સમાચાર : લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અંગે બિલ રજૂ, કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે રજૂ કર્યું બિલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2024 | 12:00 PM

આજે 17 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

17 ડિસેમ્બરના મહત્વના સમાચાર : લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અંગે બિલ રજૂ, કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે રજૂ કર્યું બિલ

LIVE NEWS & UPDATES

  • 17 Dec 2024 12:00 PM (IST)

    લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અંગે બિલ રજૂ

    લોકસભામાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અંગે બિલ રજૂ કરવામાં આવ્યુ છે. કાયદા પ્રધાન અર્જુન મેઘવાલે બિલ રજૂ કર્યું. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે વિપક્ષનો વિરોધ નોંધાવ્યો છે. બિલને પાસ કરાવવા માટે સરકાર મક્કમ છે. બિલ મુદ્દે ભાજપને NDAના સભ્યોનો સાથ મળી ચૂક્યો છે.

  • 17 Dec 2024 11:45 AM (IST)

    ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક ક્રેનમાં આગ

    ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક ક્રેનમાં આગની ઘટના બની છે. મુખ્ય માર્ગ પર ક્રેનમાં આગ ફાટી નિકળતા દોડધામ થઇ છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી. ક્રેનના ચાલકનો આબાદ બચાવ થયો છે.

  • 17 Dec 2024 11:11 AM (IST)

    લોકસભામાં આજે રજૂ થશે ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ

    લોકસભામાં આજે ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલ રજૂ થશે. કાયદા પ્રધાન અર્જુન મેઘવાલ બપોરે 12:00 કલાકે બિલ રજૂ કરશે. બિલ મુદ્દે સંસદમાં હોબાળો થવાની શક્યતા છે. ‘વન નેશન, વન ઈલેક્શન’ બિલનો વિપક્ષ વિરોધ કરી શકે છે. બિલ મુદ્દે ભાજપને NDAના સભ્યોનો સાથ મળી ચૂક્યો છે. ભાજપની તેના તમામ સાંસદોને ગૃહમાં અચૂક હાજર રહેવા સૂચના છે.બિલને પાસ કરાવવા માટે સરકાર મક્કમ છે.

  • 17 Dec 2024 10:11 AM (IST)

    ભરૂચઃ અંકલેશ્વરના એક ગામમાં બાળકી પર દુષ્કર્મ

    ભરૂચઃ અંકલેશ્વરના એક ગામમાં બાળકી પર દુષ્કર્મ થયુ છે. શ્રમિક પરિવારની બાળકી દુષ્કર્મનો ભોગ બની. પ્રાથમિક તપાસમાં બાળકી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી. શ્રમિકોના પડાવમાં બાળકી પર દુષ્કર્મ થયું હતું. પીડિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • 17 Dec 2024 09:45 AM (IST)

    બનાસકાંઠાઃ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ

    બનાસકાંઠાઃ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયુ છે. કાંકરેજના માનપુરા ગામની સીમમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ઘઉંના પાક પર પાણી ફરી વળતા નુક્સાન પહોંચ્યુ છે. પાણીની લાઇનનું સમારકામ કરવા માગણી કરવામાં આવી છે. બે દિવસ બાદ પણ સમારકામ ન થયાનો આરોપ છે.

  • 17 Dec 2024 08:56 AM (IST)

    મહેસાણા: ઊંઝા APMCમાં મતગણતરી

    મહેસાણા: ઊંઝા APMCમાં મતગણતરી થશે. ગઈકાલે ઊંઝા APMCની ચૂંટણી યોજાઈ હતી. 14 ડિરેક્ટરોની ચૂંટણી માટે 97 ટકા મતદાન થયું. મતદાન બાદ ભાજપના બંને જૂથોએ જીતના દાવા કર્યા, ખેડૂતે વિભાગની 10 બેઠકો માટે 261માંથી 258 મતદારોએ મતદાન કર્યું. વેપારી વિભાગની 4 બેઠકો માટે 805માંથી 782 મતદારોએ મતદાન કર્યું. બંને વિભાગમાં 61 મહિલા મતદારોએ મતદાન કર્યું.

  • 17 Dec 2024 08:54 AM (IST)

    ભાવનગરઃ ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6ના મોત

    ભાવનગરઃ ખાનગી બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6ના મોત થયા છે. એપલ ટ્રાવેલ્સની બસ સુરતથી રાજુલા જઈ રહી હતી. વહેલી સવારે ત્રાપજ બાય પાસ પર બસ ડમ્પર પાછળ ઘુસી જતા 6 ના મોત થયા છે. બાકીના ઇજાગ્રસ્તોને ભાવનગર સર.ટી. હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. મોતનો આંકડો વધવાની શક્યતાઓ છે.

આજે લોકસભામાં રજૂ થશે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’નું બિલ. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે બિલ. દિલ્લી ઠંડી અને ઝેરીલી હવાનો ડબલ એટેક, રાજધાનીમાં AQI 450ને પાર. અનેક વિસ્તારના પ્રદૂષણમાં વધારો થતા શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ. ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી. બિહાર-હરિયાણા સહિત 14 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ. જમ્મુ કાશ્મીરમાં થઈ શકે હિમવર્ષા. રાજ્યમાં આગામી ચાર દિવસ નહીં મળે ઠંડીથી રાહત. ઉત્તર ગુજરાત અને કચ્છમાં ગાત્રો થીજવતી ઠંડી.,નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન., AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત. અંકલેશ્વરના રાજપારડી પો.સ્ટેશન હાજર થવા જતા સમયે કરી અટકાયત. અમદાવાદના નિકોલમાં ભુવાલડી ગામે હથિયાર સાથે ધીંગાણું. 5ની અટકાયત. જમીનનો કબજો લેવા ગયેલા જમીનદાર પર હુમલો.

Published On - Dec 17,2024 8:53 AM

Follow Us:
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
બેંક ખાતામાંથી રુપિયા ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ કરતી ટોળકી ઝડપાઇ
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
નિકોલ પાસેના ભુવાલડી ગામમાં હથિયારો સાથે ધીંગાણુ, 5 લોકોની અટકાયત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
ખાનગી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
નદી કાંઠા વિસ્તારના 800 જેટલા મકાનોનું મનપા દ્વારા ડિમોલિશન કરાશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા
જૂનાગઢમાં દુષ્કર્મ કેસના આરોપીએ કરી આત્મહત્યા
અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video
અમરેલીમાં લોકોપાયલટની સતર્કતાથી 8 સિહોનો બચ્ચો જીવ- Video
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
અમદાવાદ મનપામાં શાસક અને વિપક્ષ કચરા પર
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
સુરતમાંથી ઝડપાઈ 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો
સુરતમાંથી ઝડપાઈ 2.50 કરોડથી વધુની નકલી ચલણી નોટો
g clip-path="url(#clip0_868_265)">