વર્લ્ડ કપ ટીમમાં હાર્દિક પંડયાની જગ્યાએ સ્થાન મેળવનાર પ્રસિદ્ધ કૃષ્ણાને સારા પ્રર્દશનનું મળ્યું ઈનામ, આવો રહ્યો તેનો અત્યાર સુધીનો રેકોર્ડ

વર્લ્ડ કપ 2023માં હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થયા બાદ ભારતીય ટીમના 15 સભ્યોમાં ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને સ્થાન મળ્યું છે. પ્રસિદ્ધ એશિયા કપ 2023માં 18 સભ્યોની ટીમમાં સામેલ હતો. પરંતુ વર્લ્ડ કપ ટીમમાં પહેલા સ્થાન મળ્યું નહીં, હવે તે ટીમમાં સામેલ થશે. પ્રસિદ્ધને સતત સારા પ્રદર્શનના કારણે ટીમમાં સ્થાન મળ્યું છે.

| Updated on: Nov 04, 2023 | 11:56 AM
પ્રસિદ્ધનું પૂરું નામ પ્રસિદ્ધ મુરલી કૃષ્ણા છે. પ્રસિદ્ધનો જન્મ 19 ફેબ્રુઆરી 1996ના રોજ બેંગલોરમાં થયો હતો. પ્રસિદ્ધ કૃષ્ણા ફાસ્ટ બોલર છે. તે ડોમેસ્ટિક લેવલ પર કર્ણાટક ક્રિકેટ ટીમ તરફથી રમે છે. તે જમણા હાથથી બેટિંગ અને બોલિંગ કરે છે. પ્રસિદ્ધ સતત 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.

1 / 5
IPL 2018ની હરાજીમાં પ્રસિદ્ધને કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સનો બોલર કમલેશ નાગરકોટી ઈજાગ્રસ્ત થતા તેની જગ્યાએ પ્રસિદ્ધને સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે સારું પ્રદર્શન કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં રાજસ્થાન રોયલ્સે પ્રસિદ્ધને 10 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો.

2 / 5
IPL માં હાલ પ્રસિદ્ધ કૃષ્ણા રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે અને સતત સારા પ્રદર્શનના કારણે તેણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું હતું. તે એશિયા કપ 2023 જીતનાર ભારતીય ટીમનો સભ્ય હતો અને હવે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સામેલ થશે.

3 / 5
માર્ચ 2021માં તેને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતની વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે ભારત માટે 23 માર્ચ 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે ODI ડેબ્યૂ કર્યું હતું અને 4 વિકેટ ઝડપીને ODI ડેબ્યૂમાં સૌથી વધુ વિકેટ લેવાનો 24 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો.

4 / 5
ફેબ્રુઆરી 2022માં પ્રસિદ્ધે વેસ્ટ ઈન્ડિઝ સામે ODI સીરિઝની બીજી મેચમાં 12 રનમાં 4 વિકેટ લીધી હતી અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ત્રીજી મેચમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. મે 2022માં પ્રસિદ્ધને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">