PAK vs BAN : પાકિસ્તાનને ઘરઆંગણે હરાવીને બાંગ્લાદેશની ટીમે રચ્યો ઈતિહાસ
બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત હાર આપી છે. બાંગ્લાદેશને પહેલી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે જીત માટે 30 રનની જરુર હતી. ટીમે વિકેટ ગુમાવ્યા વગર મેચ પોતાને નામ કરી લીધી હતી.

25 વર્ષ પછી પહેલી વખત બાંગ્લાદેશે પાકિસ્તાન સામે એક ઐતિહાસિક જીત મેળવી છે. 1999ના વર્લ્ડકપમાં પાકિસ્તાનને પહેલી વખત વનડે મેચમાં હરાવનાર બાંગ્લાદેશે 25 વર્ષ બાદ પહેલી વખત આ ટીમ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં જીત મેળવી ઈતિહાસ રચી દીધો છે. તે પણ પાકિસ્તાનના ઘર આંગણે

રાવલપિંડીમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પોતાની શાનદાર બેટિંગ અને ફાસ્ટ બોલિંગથી પાકિસ્તાન સામે 10 વિકેટથી જીત મેળવી છે.

બાંગ્લાદેશને 13 ટેસ્ટ મેચમાં નિરાશા મળ્યા બાદ 14મી ટેસ્ટમાં પહેલી વખત પાકિસ્તાનને હાર આપી હતી. સીરિઝમાં 1-0થી લીડ લઈ પાકિસ્તાનને મુશ્કેલીમાં નાંખ્યું છે.

ટેસ્ટ મેચના પાંચમાં દિવસે બાંગ્લાદેશના 117 રનની લીડને પૂર્ણ કરી મોટો સ્કોર કરવા મેદાનમાં ઉતરેલી પાકિસ્તાની ટીમ માત્ર 2 સેશનની અંદર 146 રન પર સમેટાઈ ગઈ હતી.

પાકિસ્તાનના બોલરે ખુબ નિરાશ કર્યા હતા. બાંગ્લાદેશના ઓપનરે જીત માટે મળેલો 30 રનનો ટાર્ગેટ સરળતાથી પૂર્ણ કર્યો હતો.હવે બીજી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટના રોજ રમાશે.
