AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC ફાઈનલની રેસમાં મોટો ફેરફાર, આ ટીમ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડીને સીધી TOP-2 પર પહોંચી ગઈ

દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ કિંગ્સમીડ, ડરબન ખાતે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 233 રને જીત મેળવી હતી. આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

| Updated on: Nov 30, 2024 | 8:07 PM
Share
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઈનલની રેસ ઘણી રોમાંચક બની ગઈ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ ફાઈનલમાં પહોંચવા માટે દાવેદાર છે.

1 / 6
તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાને વધુ એક મોટો ફટકો પડ્યો છે. હવે તે ટોપ-2માંથી પણ બહાર થઈ ગઈ છે અને એક ટીમ પાંચમાં સ્થાનેથી સીધા બીજા સ્થાને પહોંચી ગઈ છે. એટલે કે આ ટીમે ફાઈનલની રેસમાં જોરદાર છલાંગ લગાવી છે.

2 / 6
શ્રીલંકાની ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચ કિંગ્સમીડ ડર્બી ખાતે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 233 રને જીત મેળવી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.

3 / 6
દક્ષિણ આફ્રિકા હવે 9 મેચમાં 5 જીત અને 3 હાર સાથે બીજા સ્થાને આવી ગયું છે. તેના ટકાવારી પોઈન્ટ હવે 59.25 થઈ ગયા છે. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ તેમનાથી પાછળ રહી ગઈ છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ ત્રીજા સ્થાનેથી પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. 10 ટેસ્ટ મેચોમાં આ તેની પાંચમી હાર છે. આવી સ્થિતિમાં હવે તેના ટકાવારી પોઈન્ટ 50.00 થઈ ગયા છે, જે પહેલા 55.56 હતા.

4 / 6
આ સિવાય ટીમ ઈન્ડિયા 15 મેચમાં 9 જીત અને 61.11 ટકા પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ હવે 13 મેચમાં 8 જીત અને 57.69 ટકા પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે. મતલબ કે દક્ષિણ આફ્રિકા પાસે હવે ટીમ ઈન્ડિયાને પછાડવાની તક મળવાની છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ એડિલેડ ટેસ્ટ કોઈપણ ભોગે જીતવી પડશે.

5 / 6
આ મેચની પ્રથમ ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 191 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ આ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 13.5 ઓવર જ રમી શકી અને 42 રન બનાવીને પડી ભાંગી હતી. આ પછી, દક્ષિણ આફ્રિકાએ બીજી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી અને 5 વિકેટના નુકસાન પર 366 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી, આવી સ્થિતિમાં શ્રીલંકાને મેચ જીતવા માટે 516 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ જવાબમાં શ્રીલંકાની ટીમ 282 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને 233 રનથી હારી ગઈ હતી. (All Photo Credit : X / ICC / GETTY )

6 / 6
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">