11 કિલો વજનની વર્લ્ડ કપ ટ્રોફીને કોઈ ઉપાડશે? જાણો ચમકતી ટ્રોફીની 5 રસપ્રદ વાતો
19 નવેમ્બર, 2023ના રોજ વર્લ્ડ કપ વિજેતા ટીમને વનડે વિશ્વ કપની ચમકતી ટ્રોફી આપવામાં આવશે. આ ટ્રોફી જીતવા માટે 10 દેશોની ક્રિકેટ ટીમ મેદાન પર ઉતરી હતી. હવે માત્ર 2 ટીમો આ ટ્રોફી જીતવાની રેસમાં આગળ છે. ચાલો જાણીએ આ ચમકતી વર્લ્ડ કપ ટ્રોફીની 5 રસપ્રદ વાતો.

વર્તમાન ટ્રોફી 1999ની સિઝનમાં રજૂ કરવામાં આવી હતી અને તેને સૌપ્રથમ સ્ટીવ વોની ઓસ્ટ્રેલિયાએ ઉપાડી હતી. રસપ્રદ વાત એ છે કે, 1975 અને 1996 વચ્ચે ODI વર્લ્ડ કપની 6 આવૃત્તિઓમાં ચાર અલગ-અલગ ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. (PC - ICC)

વર્લ્ડ કપની ટ્રોફી લંડનમાં ગેરાર્ડ એન્ડ કંપનીના પોલ માર્સડેન દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. (PC - ICC)

વર્તમાન ICC ODI વર્લ્ડ કપ ટ્રોફી 65 સેન્ટિમીટર ઉંચી છે. (PC - ICC)

વનડે વર્લ્ડ કપ ટ્રોફીનું વજન 11 કિલો છે. જ્યારે ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું વજન 6 કિલો છે. ફિફા વર્લ્ડ કપ ટ્રોફીની સરખામણીમાં આ ટ્રોફી 5 કિલો વધારે વજનદાર છે. (PC - ICC)

જ્યારે કોઈ ટીમ વર્લ્ડ કપ જીતે છે, ત્યારે તેને મૂળ ટ્રોફી અથવા પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ વિજેતા ટીમને દરેક એડિશનમાં પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવે છે, જે તેઓ પોતાની સાથે લે છે. ત્યારપછી મૂળ ટ્રોફીને UAEમાં ICC હેડક્વાર્ટર પરત લઈ જવામાં આવશે. (PC - ICC)