AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : આઈપીએલ 2025નું શેડ્યૂલ જાહેર, આ તારીખથી ધમાલ મચાવશે ખેલાડીઓ

આઈપીએલ 2025ના મેગા ઓક્શન શરુ થતાં પહેલા જ નવી સીઝનની તારીખનો ખુલાસો થઈ ચૂક્યો છે. ગત્ત સીઝનની તુલનામાં આ વખતે આઈપીએલ જલ્દી માર્ચ મહિનામાં શરુ થવાની તૈયારી છે. તો જાણો ક્યારે શરુ થશે આઈપીએલ 2025

| Updated on: Nov 22, 2024 | 11:41 AM
Share
ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ બાદ આઈપીએલની ધમાલ શરુ થશે. ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ  9 માર્ચના રોજ છે. ગત્ત સીઝનની તુલનામાં આઈપીએલ 2025ની સીઝન જલ્દી શરુ થશે. તો ચાલો જાણી લઈએ કયારથી આઈપીએલ 2025ની સીઝન શરુ થશે.

1 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ના સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટના ચાહકો માટે એક ગુડ ન્યુઝ છે. આઈપીએલ 2025ના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાત હજુ ઓફિશયલ થઈ નથી. તમને જણાવી દઈએ કે, સઉદી અરબના જેદ્દાહમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

2 / 5
ESPN-Cricinfoના રિપોર્ટ અનુસાર, BCCIએ તમામ IPL ફ્રેન્ચાઇઝીને એક ઈમેલ મોકલ્યો છે, જેમાં IPL 2025ની સિઝનની તારીખ જાહેર કરવામાં આવી છે. માત્ર આગામી સિઝન જ નહીં પરંતુ તે પછી અન્ય બે સિઝન 2026 અને 2027ની તારીખો જાહેર કરવામાં આવી છે.

3 / 5
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બોર્ડે આને માત્ર ટૂર્નામેન્ટની વિન્ડો ગણાવી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, આ તારીખથી જ ટૂર્નામેન્ટ શરુ થશે. 2026ની સીઝનની શરુઆત 15 માર્ચથી શરુ થશે અને 31 મે સુધી ચાલશે. જ્યારે 2027 સીઝન પણ 14 માર્ચથી શરુ થશે જે 30 મે સુધી ચાલશે.

4 / 5
મેગા ઓક્શન પહેલા એક વધુ ખેલાડીને એન્ટ્રી મળી છે. ટી20 વર્લ્ડકપ 2024માં પોતાની બોલિંગથી ધમાલ મચાવનાર અમેરિકાના બોલર સૌરભ નેત્રવલકરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમજ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને પણ શોર્ટલિસ્ટમાં સ્થાન મળ્યું છે એટલે કે,  તેમણે પણ પોતાનું નામ મોકલી દીધું છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">