સુરતના ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગની કેટલીક ડેરીમાં વેચાતા ઘી- માખણના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા !
સુરતમાં આરોગ્ય વિભાગે હાથ ધરેલ ઘી અને માખણની ચકાસણીમાં, કેટલીક ડેરીના ઘી અને માખણના નમૂના લેબોરેટરી ટેસ્ટના અંતે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.
સુરત મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગે, ઉધના, પુણાગામ, વરાછા, હીરાબાગ સહીતના વિસ્તારમાં આવેલ વિવિધ ડેરીઓમાંથી ઘી, માખણ તેમજ અન્ય ખાદ્યચીજના કૂલ 45 નમુના ચકાસણી અર્થે લીધા હતા. આ નમૂનાનુ લેબોરેટરીમાં પરિક્ષણ કરાવાતા 6 જેટલી ડેરીના ઘી અને માખણના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જે ડેરીમાંથી લેબોરેટરી ચકાસણી અર્થે ધી અને માખણના જ નમૂના લીધી હતા તેમાથી વિજયનગર ઉધનાની નવી ગુજરાત ડેરીનું સાદુ ઘી અને ગાયના ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સાઈ જલારામ નગર ઉધનાની ધનરાજ ડેરીનું ઘીનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ થયું છે. જનતાનગર બોમ્બે કોલોની હીરાબાગની જનતા ડેરીના માખણાનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે. અયોધ્યા નગર પુણાગામની અમૃત ધારા ડેરી અને સ્વીટના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જણાયા છે. આ ઉપરાંત શક્તિ વિજય નાના વરાછા વિસ્તારની નવી જલારામ ડેરીના ઘીનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ. આ તમામ સામે હવે, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફટી એક્ટ 2006 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.
