આ પોપ્યુલર ક્રિકેટર્સની લગ્નની પિચ પર પડી છે વિકેટ, જુઓ ફોટો
28 નવેમ્બરના રોજ ભારતના ઈમર્જિંગ બોલર મુકેશ કુમાર દિવ્યા સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. મુકેશ કુમાર પહેલા આ ક્રિકેટરો લગ્નના બંધનમાં બંધાયા છે. તો તમને એવા ક્રિકેટરો વિશે જણાવીએ જેમણે આ વર્ષે લગ્ન કર્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાય ગયો છે. મુકેશ કુમારે છપરાના બનિયાપુર બેરુઈ ગામની રહેવાસી દિવ્યા સિંહને 28 નવેમ્બરના રોજ પોતાની લાઈફ પાર્ટનર બનાવી છે. (Image: Instagram)

ભારતીય ક્રિકેટર નવદીપ સૈનીના લગ્ન થયા છે. તેણે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સ્વાતિ અસ્થાના સાથે 23 નવેમ્બરના રોજ લગ્ન કર્યા. (Image: Instagram)

ભારતના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે 3 જૂને ઉત્કર્ષા પવાર સાથે લગ્ન કર્યા હતા. ઉત્કર્ષા પણ એક ક્રિકેટર છે, જે મહારાષ્ટ્ર તરફથી રમી ચૂકી છે. (Image: Instagram)

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે 27 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં લગ્ન કર્યા હતા. (Image: Instagram)

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે 26 જાન્યુઆરીએ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ મેહા પટેલ સાથે લગ્ન કર્યા હતા. (Image: Instagram)

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે તેની ગર્લફ્રેન્ડ અને બોલિવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે આ વર્ષે 23 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા. (Image: Instagram)
