પતિ-પત્ની બંને છે ક્રિકેટર, જાણો કોણ છે CSK ના નવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની વાઈફ, જુઓ ફોટો
ipl 2024 ને લઈ CSK દ્વારા ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સમાચાર બાદ ઋતુરાજ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. પરંતુ અમે તમને તેની સુંદર વાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ

ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષા પવાર સાથે 3 જૂન 2023ના રોજ તે લગ્ન બંધનમાં બંધાયો હતો.

ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષા પવારની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી છે. હાલમાં ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં તેના બેટથી ધૂમ મચાવતો જોવા મળી રહ્યો છે.

આઈપીએલ 2023માં ચેન્નાઈએ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. મેચ બાદ સીએસકેના તમામ ખેલાડીઓ ધોનીને મળતા અને તેની સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ઓપનર ઋતુરાજ ગાયકવાડની પત્ની પણ થાલાને મળી હતી. ધોનીને મળતાં જ તેણે તેના પગને સ્પર્શ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 24 વર્ષની ઉત્કર્ષા મૂળ પુણેની છે. શરૂઆતમાં તે ફૂટબોલ અને બેડમિન્ટન રમતી હતી પરંતુ 11 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ પસંદ કર્યું. આ પછી તેને મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમમાં રમવાની તક મળી. આ સિવાય ઉત્કર્ષાએ ન્યુટ્રિશન અને ફિટનેસ સાયન્સનો અભ્યાસ કર્યો છે.

ઉત્કર્ષા ઓલરાઉન્ડર છે. બેટિંગની સાથે તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે. ઉત્કર્ષાની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તે 2012-13 અને 2017-18 સીઝનમાં મહારાષ્ટ્રની અંડર-19 ટીમનો ભાગ હતી. આ સિવાય તેને વેસ્ટ ઝોનની અંડર-19 ટીમમાં પણ રમવાનો મોકો મળ્યો હતો. આ પછી તેને મહારાષ્ટ્રની સિનિયર ટીમમાં પણ પસંદ કરવામાં આવી હતી.
