વિશાખાપટ્ટનમ બાદ તિરુવનંતપુરમમાં પણ ઓસ્ટ્રેલિયાએ બે ઓવર વધુ ફેંકી, જાણો કેવી રીતે
વર્લ્ડ કપ બાદ શરૂ થયેલ T20 સીરિઝમાં ભારત સામે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના બોલરો થાક્યા હોય એવું લાગી રહ્યું છે. ભારત સામે પહેલી મેચમાં 14 એકસ્ટ્રા રન આપનાર આ બોલરોએ બીજી મેચમાં પણ વધારાના રન આપવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. બીજી T20માં ઓસ્ટ્રેલિયન બોલરોએ 15 એકસ્ટ્રા રન આપ્યા હતા. મતલબ તેમણે 2.3 ઓવર વધુ ફેંકી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું અને T20માં સૌથી મોટો રનચેઝ કર્યો. આ મેચ ઓસ્ટ્રેલિયાએ એકસ્ટ્રા રન આપવામાં કોઈ કંજૂસી કરી નહીં અને 14 એકસ્ટ્રા રન આપ્યા હતા.

તિરુવનંતપુરમમાં બીજી T20 મેચમાં પણ ઓસ્ટ્રેલિયન બોલરોએ 15 રન એકસ્ટ્રા તરીકે આપ્યા હતા. જેમાં 12 વાઈડ, એક નો-બોલ અને બે રન લેગ બાયના આપ્યા હતા.

બીજી T20 મેચમાં કુલ 13 વાઈડ અને નો-બોલ મળી ઓસ્ટ્રેલિયન બોલરોએ કુલ 13 બોલ વધુ નાખ્યા હતા, મતલબ 2.1 ઓવર વધુ બોલિંગ કરી હતી.

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે બીજી T20 મેચમાં 20 ઓવરમાં 235 રન બનાવ્યા હતા, જેમાં 15 રન તો એકસ્ટ્રા રન હતા, જો આ રન ના આપ્યા હોત તો ભારતનો સ્કોર 220 થયો હોત.

વર્લ્ડ કપ બાદ ભારત સામે T20 સીરિઝમાં રમાઈ રહેલ ઓસ્ટ્રેલિયન ટીમના બોલરો વિકેટ લેવાની જગ્યાએ એકસ્ટ્રા રન વધુ આપી રહ્યા છે, જે તેમની હારના અનેક કારણોમાં એક છે.
