IND vs ENG : મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડે પ્લેઈંગ-11 કરી જાહેર, 452 દિવસ બાદ સ્ટાર ખેલાડીનું કમબેક
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાશે. આ મેચના માત્ર 24 કલાક પહેલા ઈંગ્લેન્ડે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડે તેના સ્ટાર ખેલાડીને 452 દિવસ બાદ ODI ટીમમાં સામેલ કર્યો છે.

ઈંગ્લેન્ડની ટીમે નાગપુર વનડે માટે પોતાની પ્લેઈંગ ઇલેવનની જાહેરાત કરી છે. મેચના 24 કલાક પહેલા ઈંગ્લિશ ટીમ દ્વારા પસંદ કરાયેલા 11 ખેલાડીઓમાં એક નામ ખૂબ જ આશ્ચર્યજનક છે.

વાસ્તવમાં, જો રૂટને ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે અને તે 452 દિવસ પછી ODI મેચ રમતા જોવા મળશે. જો રૂટે છેલ્લે ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં ODI મેચ રમી હતી.

જોકે, ઈંગ્લેન્ડની ODI અને T20 ટીમમાં બહુ ફરક નથી. બેન ડકેટ અને ફિલ સોલ્ટને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોનને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.

જો રૂટ નંબર ત્રણ પર રમતો જોવા મળશે. આ ઉપરાંત, જેકબ બેથેલ પણ ટીમનો એક ભાગ છે. બોલિંગમાં, બ્રાયડન કર્સ, જોફ્રા આર્ચર, સાકિબ મહમૂદ ટીમમાં છે. આદિલ રશીદ સ્પિનર તરીકે ટીમમાં છે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન : બેન ડકેટ, ફિલ સોલ્ટ, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ. (All Photo Credit : ESPN / PTI)
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































