IND vs ENG : ભારત પહેલા બેટિંગ કરશે, ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 3 મોટા ફેરફાર
ભારતે ઈગ્લેન્ડ સામેની 3 વનડે મેચની સીરિઝ પહેલા જ જીતી લીધી છે.તેમણે પહેલા 2 વનડે મેચ જીતી લીધી છે. હવે તેની નજર અમદાવાદમાં ત્રીજી વનડે પર હશે.ઇંગ્લેન્ડના કેપ્ટને ત્રીજી વનડે મેચમાં પણ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

સિરીઝની પહેલી બે મેચમાં, ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બંને મેચમાં ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇંગ્લેન્ડના કેપ્ટને ત્રીજી વનડે મેચમાં પણ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ત્રીજી વનડે મેચ રમાઈ રહી છે.રોહિત અને વિરાટ ત્રીજી વનડેમાં રનની નવી ઊંચાઈઓ સ્પર્શી શકે છે. રોહિત તેના 11000 વનડે રનથી 13 રન દૂર છે જ્યારે વિરાટને 14000 રન પૂરા કરવા માટે 89 રનની જરૂર છે.

ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતીય કેપ્ટન રોહિતે પણ કહ્યું કે, તે પહેલા બેટિંગ કરવા માંગતો હતો. ઈંગ્લેન્ડની ટીમમાં 1 ફેરફાર થયો છે, જ્યારે ભારતે 3 ફેરફાર કર્યા છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 3 ફેરફાર કરવામાં આવ્યા છે. રવિન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તીની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને શમીની જગ્યાએ અર્શદીપ સિંહને તક મળી છે.

રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ ત્રીજી વનડેમાં ટીમ ઇન્ડિયાની આવી છે પ્લેઇંગ ઇલેવન

રોહિત માટે અમદાવાદમાં રન બનાવવા મુશ્કેલ કાર્ય નથી. આ પહેલા ત્યાં રમાયેલી 7 મેચોમાં તેમનો સરેરાશ 50.57 આ વાતનો મોટો પુરાવો છે. અમદાવાદમાં તેના કુલ 354 રન છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 95 રન છે.

ભારત અને ઇંગ્લેંડ વચ્ચે યોજાવનાર વનડે મેચનો મામલે ટ્રાફિક વિભાગ દ્વારા સ્ટેડિયમની આસપાસના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે ICC દ્વારા માન્ય છે, જેનો અર્થ છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનો સંપૂર્ણ સભ્ય છે. ભારતીય ક્રિકેટ ટીમને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
