AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પિતા ટેક્સી ડ્રાઈવર, માતા એકાઉન્ટન્ટ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર તનવીર સંઘાનું ભારત સાથે શું છે ક્નેક્શન

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સ્પિનર બોલર તનવીર સંઘાનું ભારત સાથે ક્નેક્શન છે. તેનો પરિવાર પંજાબનો છે. તનવીરના પિતા 1997માં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા. તનવીર ઘણી વખત ભારત આવી ચૂક્યો છે, પરંતુ ક્રિકેટમાં વ્યસ્ત હોવાને કારણે તે થોડા વર્ષોથી ભારત આવ્યો નથી.

| Updated on: Dec 01, 2023 | 8:59 PM
Share
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટી20 સીરીઝની પહેલી બે મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી છે અને ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાના બોલર તનવીર સંઘાએ દરેક મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેને ચોથી મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર જેવા ભારતીય ખેલાડીઓને પેવેલિયનમાં મોકલ્યા હતા. તનવીર સંઘાનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો, પરંતુ ભારત સાથે તેના ગાઢ સંબંધો છે.

1 / 5
તનવીર સંઘાનો જન્મ 26 નવેમ્બર 2001ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં થયો હતો. તનવીરે ઈસ્ટ હિલ બોયઝ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તનવીરે અત્યાર સુધી 2 વનડે મેચ રમી છે. જેમાં તેને 2 ખેલાડીઓને આઉટ કર્યા છે. આ સિવાય તનવીરે 3 ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેને 7 ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા છે. આ સિવાય તનવીર સિડની થંડર્સ, ન્યૂ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયા-એ, બર્મિંગહામ ફોનિક્સ અને વોશિંગ્ટન ફ્રીડમ તરફથી રમી ચૂક્યો છે. તનવીર વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો પણ ભાગ હતો. આ સિવાય બિગ બેસ લીગ પણ રમી ચૂક્યો છે. તેમાં તેને 23 વિકેટ લીધી છે. એ પહેલા તે અન્ડર 19 વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયા તરફથી રમી ચૂક્યો છે.

2 / 5
તનવીર સંઘાના પિતા જોગા સંઘા ટેક્સી ડ્રાઈવર છે, તેઓ સિડનીમાં ટેક્સી ચલાવે છે. જ્યારે તનવીરની માતા ઉપનીત કૌર સિડનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. તનવીરના પિતા 1997માં ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યારથી તે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે.

3 / 5
તનવીર સંઘ ભારતના પંજાબ સાથે ક્નેક્શન છે. તનવીરના પિતા જોગા સંઘ જલંધરના રહેવાસી છે. તેમનો પરિવાર રહીમપુર ગામમાં રહેતો હતો. તનવીર ઘણી વખત ભારતની મુલાકાત પણ લઈ ચુક્યો છે. પરંતુ ક્રિકેટમાં વ્યસ્તતાને કારણે તે કેટલાક વર્ષોથી ભારત આવ્યો નથી. એક ઈન્ટરવ્યુમાં તેને કહ્યું હતું કે હું ક્રિકેટના કારણે છેલ્લા 4-5 વર્ષથી ભારત ગયો નથી.

4 / 5
તનવીર સંઘા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં સામેલ થનાર ભારતીય મૂળનો બીજો ખેલાડી છે. આ પહેલા ફાસ્ટ બોલર ગુરિંદર સિંહ સંધુ ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. સંધુએ ઓસ્ટ્રેલિયા માટે 2 વનડે મેચ રમી છે. સંધુ પણ પંજાબનો રહેવાસી હતો અને તેનો પરિવાર 80ના દાયકામાં ઓસ્ટ્રેલિયા ગયો હતો.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">