ભારત ઓસ્ટ્રેલિયા ટી20 છેલ્લી મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જાણો કેવું રહેશે હવામાન, શું છે પિચ રિપોર્ટ
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 8 T20 આંતરરાષ્ટ્રીય મેચો યોજાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 2 જીતી છે અને બાદમાં બેટિંગ કરનાર ટીમે 5 મેચ જીતી છે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 3-1થી આગળ છે. એવું માનવું છે કે વર્લ્ડ કપ દરમિયાન આ મેદાન પર 300ના સ્કોર સુધી સરળતાથી પહોંચી શકાય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 શ્રેણીની છેલ્લી મેચ રવિવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં 3-1થી આગળ છે.

શ્રેણીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સન્માન માટે લડશે. ભારતીય ટીમ તેની અજેય લીડને 4-1 સુધી વધારવા માંગે છે. બેંગલુરુમાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ખરાખરીનો જંગ જામી શકે છે, કારણ કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બોલરો અને બેટ્સમેન બંને માટે સારી છે.

આ સ્ટેડિયમ વર્લ્ડ કપ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરશે. વર્લ્ડ કપ દરમિયાન અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી હતી. વર્લ્ડ કપ દરમિયાન આ મેદાન પર 300ના સ્કોર સુધી પહોંચી શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા 5મી T20ના દિવસે સાંજે વાતાવરણ વાદળછાયું રહેશે. Accuweather.com અનુસાર, મહત્તમ તાપમાન 22 થી 23 ની વચ્ચે રહેવાની શક્યતા છે. વાતાવરણ વાદળછાયું રહેશે પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. આવી સ્થિતિમાં દર્શકોને સંપૂર્ણ 20 ઓવરની રમત રમી શકશે.

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 14માંથી 9 T20 જીતી છે જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આગામી સમયમાં શું સ્થિતિ રહે તે હવે જોવું રહયું.
