AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games Day-3 Schedule : ત્રીજા દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ થશે! શૂટિંગ અને ફેન્સીંગમાં પણ મેડલ આવશે

Asian Games India Schedule 2026: એશિયન ગેમ્સની શરુઆત 2 દિવસમાં જ ભારતના ખાતામાં મેડલ આવી ગયા છે. એશિયન ગેમ્સના ત્રીજા દિવસે પણ ભારતના ખાતામાં મેડલ આવશે. એવી પણ આશા છે કે, આજે ગોલ્ડ મેડલ આવશે.

Asian Games Day-3 Schedule : ત્રીજા દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ થશે! શૂટિંગ અને ફેન્સીંગમાં પણ મેડલ આવશે
| Updated on: Sep 22, 2026 | 8:44 AM
Share

Asian Games India Schedule 2026: જાપાનના આઈચી નાગોયામાં એશિયન ગેમ્સ 2026માં ભારતની અત્યારસુધીની સફર બરાબર રહી છે. દેશના અનેક એથલીટ અત્યારસુધી પોતાની દાવેદારી રજુ કરી ચૂક્યા છે. જેમાં કેટલાકને સફળતા મળી છે. શૂટિંગ અને એમએમએમાં ભારતના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો છે. તેમજ બ્રોન્ઝ મેડલ પણ આવ્યો છે. પરંતુ અત્યારસુધી એશિયન ગેમ્સ 2026માં ભારતના ખાતામાં ગોલ્ડ મેડલ આવ્યો નથી. જેની આજે રાહ જોવાય રહી છે. મહિલા ક્રિકેટ ટીમમાં ભારતીય ટીમ મંગળવારના રોજ પહેલો ગોલ્ડ મેડલ જીતી શકે છે. અન્ય રમતમાં પણ ત્રીજા દિવસે મેડલ મળી શકે છે.

શરુઆતમાં 2 દિવસ પછી ભારતના ખાતામાં કુલ 6 મેડલ આવ્યા છે. જેમાંથી 5 મેડલ શૂટિંગમાં આવ્યા છે. 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે. શૂટિંગ સિવાય મિક્સ માર્શલ આર્ટસમાં સુચિકા તારિયલાને મેડલ મળ્યો છે. જેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ વિજેતાઓ

1. ઇલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિધર્ષા વિનોદ – મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર

2. ઇલાવેનિલ વાલારિવન – મહિલા 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર

3. રુદ્રાક્ષ પાટિલ, હિમાંશુ ધિલ્લોન અને પાર્થ રાકેશ માને – પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટ (શૂટિંગ): સિલ્વર

4. સુચિકા તરિયાલ – મહિલા  60 કિગ્રા (MMA) – બ્રોન્ઝ

5. રુદ્રાક્ષ પાટિલ – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): બ્રોન્ઝ

6. હિમાંશુ ધિલ્લોન – પુરુષોની 10 મીટર એર રાઇફલ (શૂટિંગ): સિલ્વર

ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2026 માં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. ભારત આજે ફાઇનલમાં શ્રીલંકા સામે ટકરાશે, જે ટાઇટલ માટેનો અંતિમ મુકાબલો એ જ ટીમ સામે થશે. જે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટીમનો સામનો ઘણી મોટી મેચોમાં કરી ચૂકી છે. ભારતે અત્યાર સુધી તેના એશિયન ગેમ્સ અભિયાનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે પહેલા જાપાનને સરળતાથી હરાવ્યું અને પછી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

દરમિયાન, શ્રીલંકાની ટીમે તેની શરૂઆતની મેચમાં મલેશિયાને હરાવ્યું અને પછી સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે લક્ષ્યનો પીછો કરતી વખતે શાનદાર જીત મેળવી હતી. પરિણામે, ફાઇનલમાં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધા થવાની આશા છે.

Breaking News : ભારતે શૂટિંગમાં ત્રીજો મેડલ જીત્યો, પુરુષોની 10 મીટર એર રાઇફલ ટીમે સિલ્વર મેડલ જીત્યો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">