Anjali Tendulkar : અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક વચ્ચે કેટલો છે ઉંમરનો તફાવત જાણો
સચિન તેંડુલકરનો દીકરા અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. તેની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ છે, જે એક બિઝનેસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ચાલો તમને અર્જુન તેંડુલકરની લવ સ્ટોરી અને બંન્નેની ઉંમરના તફાવત વિશે જણાવીએ.

અર્જુન તેંડુલકરની જેમ તેના પિતાની લવ સ્ટોરી હિટ છે. સચિન પહેલી મુલાકાતમાં અંજલિ પર ફીદા થયો હતો. અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની લવ સ્ટોરીની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.અર્જુન તેંડુલકરે બાળપણની મિત્ર સાથે સગાઈ કરી છે. અર્જુનની જેમ તેના પિતાની લવ સ્ટોરી પણ કુલ છે.

25 વર્ષીય અર્જુન તેંડુલકરે 13 ઓગસ્ટ 2025ના રોજ 26 વર્ષની સાનિયા ચંડોક સાથે સગાઈ કરી હતી. બંને વચ્ચે એક વર્ષથી થોડો વધુ ઉંમરનો તફાવત છે.અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોક બાળપણથી જ સારા મિત્રો છે.

તેના પિતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 1995માં અંજલિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે અંજલિ તેનાથી પાંચ વર્ષ મોટી હતી. સચિનનો જન્મ 24 એપ્રિલ 1973માં થયો છે. જ્યારે અંજલિનો જન્મ 10 નેવમ્બર 1967ના રોજ થયો છે.

24 સપ્ટેમબર 1999ના રોજ જન્મેલા અર્જુન ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવી રહ્યો છે. અર્જુને 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. ક્રિકેટ કરિયરની શરુઆતમાં અર્જુને સગાઈ કરવાનો નિર્ણય લીધો છે.

23 જૂન 1998ના રોજ જન્મેલી સાનિયા ચંડોક અર્જુનથી એક વર્ષ મોટી છે. અહેવાલો મુજબ બંન્નેની સગાઈમાં નજીકના સગા સંબંધીઓ આવ્યા હતા. અર્જુન પોતાની બહેન સારા તેંડુલકરથી 2 વર્ષ નાનો છે.

પિતાની જેમ, અર્જુનને પણ સંબંધોમાં ઉંમરની પરવા કરી નહોતી. તેંડુલકરનો પુત્ર તેના પિતાના પગલે ચાલવા તૈયાર છે. અર્જુને અત્યારસુધી આઈપીએલમાં 5 મેચ રમી છે.સાન્યા ચંડોક મુંબઈના મિસ્ટર પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીમાં પાર્ટનર અને ડાયરેક્ટર છે.
Sachin Tendulkar Family Tree : પિતા કવિ, માતા ઇંશ્યોરન્સ એજન્ટ અને પુત્ર ક્રિકેટર, બહેને આપ્યું હતું પ્રથમ બેટ, જાણો સચિન તેંડુલકરના પરિવાર વિશે અહી ક્લિક કરો
