દર વર્ષે એક નવો આઇફોન ખરીદે છે આ અભિનેતા, જાણો જૂના આઇફોનનું શું કરે છે
ટીવી અભિનેતા શોએબ ઈબ્રાહિમ અને અભિનેત્રી દીપિકા ક્કકડ હંમેશા ચર્ચાઓમાં રહે છે. બંન્ને ટીવી પર ભલે બંન્ને કોઈ શોમાં જોવા મળી રહ્યા નથી પરંતુ તે પોતાની યુટ્યુબ બ્લોગ પર ખુબ એક્ટિવ રહે છે. હવે શોએબે જણાવ્યું કે, તે તેના જૂના આઈફોનનું શું કરે છે.

ટીવી અભિનેતા શોએબ ઈબ્રાહિમ હંમેશા ચર્ચામાં રહે છે. તે ટીવી શો કરવાની સાથે-સાથે પોતાના બ્લોગ અને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા દ્વારા શોએબ પોતાના ચાહકો સાથે વાત કરતો રહે છે. થોડા દિવસ પહેલા શોએબે ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી સેશનમાં ચાહકોએ કરેલા સવાલના જવાબ આપ્યા હતા.

આ દરમિયાન એક ચાહકે તેને પુછ્યું કે, તે દર વર્ષે આઈફોનનું લેટેસ્ટ મોડલ ખરીદે છે. તો જૂના આઈફોનનું શું કરે છે? શોએબે આ સવાલનો જવાબ આપ્યો છે.

ગત્ત મહિને 28 સપ્ટેમ્બરના રોજ શોએબ ઈબ્રાહિમે પોતાના યુટ્યુબ બ્લોગમાં આઈફોન 17 પ્રોનો એક રિવ્યુ શેર કર્યો હતો. તેમણે નવો આઈફોન ખરીદ્યો છે અને ચાહકોને આના વિશે જણાવ્યું હતુ.

ઈન્સ્ટાગ્રામ પર જૂના આઈફોનને લઈ પુછેલા અનેક સવાલો પર શોએબે કહ્યું ,આ સવાલ મને અનેક લોકો પુછી રહ્યા છે. હું આ વાત બ્લોગમાં પણ કહેવા માંગુ છું. પરંતુ ભુલી ગયો.

દર વખતે હું નવો આઈફોન ખરીદું છું.ત્યારે હું મારો જૂનો ફોન એક્સચેન્જ કરું છું. નવા ફોનની કિંમત તેની કિંમત જેટલી ઓછી થાય છે. બાકીની રકમ આપી હું નવો આઇફોન ખરીદું છું. હું દર વખતે આ કરું છું."

આઈફોન ખુબ મોંઘો આવે છે. ત્યારે અનેક વખત લોકોને આ સવાલ પુછવામાં આવે છે કે, આટલો મોંઘો ફોન કેમ ખરીદે છે. આ સવાલ શોએબને પણ કરવામાં આવ્યો હતો. આના પર તેમણે કહ્યું કે, આ મારા માટે સારો છે. આઈફોન એક એવી વસ્તુ છે. જેને ન લેવો હોય તે ન લે હું દર વર્ષે ખરીદું છું.
ટીવી સિરિયલ એટલે કે કોઈ એક સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. જે સ્ટોરીનો ક્યારેય અંત આવતો નથી. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
