ફિલ્મોમાં કરિયર રહ્યું ફ્લોપ..છત્તા કરોડોની સંપત્તિનો માલિક છે જેકી ભગનાની, જાણો ક્યાંથી કરે છે કમાણી
બોલિવૂડના લોકપ્રિય કપલ જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહના લગ્નની ખૂબ જ ચર્ચા છે. જેકી અને રકુલના લગ્ન 21 ફેબ્રુઆરીએ ગોવાની એક હોટલમાં થશે. જેકી-રકુલ તેમના લગ્નના તમામ ફંક્શન ગોવાની એક લક્ઝરી હોટલમાંથી કરશે, જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.

બોલિવૂડના આ સ્ટાર આ દિવસોમાં ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યા છે. જે છે જેકી ભગનાની અને અભિનેત્રી રકુલપ્રીત. સૌ કોઈ એ વાતથી વાકેફ છે કે બન્ને થોડા જ દિવસોમાં લગ્ન કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ બંને 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાના છે. જો કે રકુલ જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તેની બોલીવુડમાં કરિયરની વાત કરીએ તો જેકી કંઈ ખાસ કરી શક્યો નથી. તેના નામ સાથે ઘણી ફ્લોપ ફિલ્મો જોડાયેલી છે, પણ તેમ છત્તા તે કરોડોની સંપત્તિનો માલિક છે. ત્યારે જાણો ક્યાંથી કરે છે તે કમાણી

38 વર્ષીય જેકીએ 2009માં ફિલ્મ 'કલ કિસને દેખા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર ખાસ રિસ્પોન્સ નથી મળ્યો. જોકે, 'ફાલતુ' અને 'રંગરેઝ' તેમની લોકપ્રિય ફિલ્મો રહી. જેકી અને રકુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને હવે ચાહકો તે દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે તેમના ઘરમાં શહનાઈ વાગે અને કપલ એકબીજા સાથે બંધનમાં બંધાય જાય.

જેકી ભગનાની ફિલ્મોમાં કોઈ ખાસ કમાલ કરી શક્યો નથી પણ તે પ્રોડ્યુસર વાશુ ભગનાનીનો પુત્ર છે. જેકી ભગનાની ફિલ્મોની સાથે એક નિર્માતા પણ છે. હાલમાં આ તેની આવકનો મુખ્ય સ્ત્રોત છે. તે અહીંથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. અહેવાલો અનુસાર, જેકીની કુલ સંપત્તિ 5 મિલિયન ડોલર એટલે કે લગભગ 35 કરોડ રૂપિયા છે.

એક નિર્માતા તરીકે, જેકી તેના કામમાં ખૂબ જ મહેનત કરે છે, જેના કારણે તેની માસિક આવક લગભગ 20 લાખ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની વાર્ષિક આવક 3 કરોડ રૂપિયા છે.' તેની પાસે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ પણ છે. આ સિવાય બોલિવૂડના કેટલાક પ્રોજેક્ટ્સમાંથી પણ તે કમાણી કરે છે.

જેકી એક નહીં પરંતુ અનેક પ્રોપર્ટીનો માલિક છે, જેમાં કોમર્શિયલ પ્રોપર્ટીથી લઈને રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની કિંમત લગભગ 40 કરોડ રૂપિયા છે.

આ સિવાય તેમની પાસે લગભગ 15 કરોડ રૂપિયાની અન્ય સંપત્તિ પણ છે. આટલું જ નહીં જેકીને ફાસ્ટ કાર પસંદ છે. તેની પાસે એક લક્ઝરી કાર પોર્શે કેયેન પણ છે જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે.
