રકુલ પ્રિત
ભારતીય એક્ટ્રેસ રકુલ પ્રિતનો જન્મ 10 ઓક્ટોબર 1990માં નવી દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેનું પહેલેથી જ એકટ્રેસ બનવાનું સપનું હતું. વર્ષ 2009માં તેણે એક્ટિંગની શરૂઆત કરી હતી. તેની પહેલી કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’ હતી.
તેણે પોતાનો પ્રાયમરીનો અભ્યાસ આર્મી પબ્લિક સ્કૂલમાં કર્યો. જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. અભ્યાસ પુરો કર્ય પહેલા જ તે 18 વર્ષની ઉંમરે એકટ્રેસ બની ગઈ હતી. આ સિવાય તે એક ગોલ્ફ પ્લેયર પણ બની ગઈ છે અને નેશનલ લેવલ પર પણ રમી ચુકી છે.
તેણે અજય દેવગન સ્ટારર ‘દે દે પ્યાર દે’ અને બહુચર્ચિત ફિલ્મ ‘યારિયાં’ સહિત ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. વર્ષ 2016માં તેણે હૈદરાબાદમાં પોતાનું જીમ ચાલુ કર્યું છે. તેના સિવાય તેની પાસે હૈદરાબાદમાં 3 કરોડનું મકાન પણ છે. રકુલ પ્રિત હાલમાં તેલંગાણા સરકારના ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.