રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ ફૂલકુમારીનો નાનો અને સુખી પરિવાર જુઓ
નિતાંશી ગોયલનો જન્મ 12 જૂન 2007ના રોજ નોઈડા, યુપીમાં થયો હતો.લાપતા લેડીઝમાં ફૂલકુમારીની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર અભિનેત્રી નિતાંશી ગોયલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો કરીએ.

નિતાંશી ગોયલ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. તે કોમેડી-ડ્રામા ફિલ્મ લાપતા લેડીઝ (2024) માં તેની મુખ્ય ભૂમિકા માટે જાણીતી છે, જેણે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો આઈફા એવોર્ડ જીત્યો હતો.

નિતાંશી ગોયલનો જન્મ 12 જૂન 2007ના રોજ ઉત્તર પ્રદેશ, ભારતના નોઈડામાં થયો હતો. તે અભિનયમાં કારકિર્દી બનાવવા માટે તેના માતાપિતા નીતિન ગોયલ અને રાશિ ગોયલ સાથે મુંબઈ આવી હતી.

નિતાંષી ગોયલની હાલમાં ઈન્ડસ્ટ્રીમાં ખુબ ચર્ચા થઈ રહીછે. નાની ઉંમરે મોટી સફળતા મેળવી રહી છે

નિતાંશી ગોયલના પિતા નીતિન ગોયલ એક્સિસ બેંકમાં નોકરી કરે છે અને માતાનું નામ રાશિ ગોયલ છે. નિતાંશી ગોયલનો નાનો પરિવાર સુખી પરિવાર છે.

નીતાંશીએ નોઈડાની મધર્સ પ્રાઇડ પ્લેસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેણે ખૈતાન સ્કૂલ અને રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

નિતાંશી ગોયલે પોતાની કારકિર્દી બાળ મોડેલ તરીકે શરૂ કરી હતી, ફેશન શો અને જાહેરાતોમાં દેખાઈ હતી. 2015માં, તેમણે મિસ પેન્ટાલૂન્સ જુનિયર ફેશન આઇકોનનો ખિતાબ જીત્યો હતો.

નિતાંશી ગોયલે 2024માં આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મ લાપતા લેડીઝ સાથે બોલિવૂડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના અભિનય માટે તેને ખુબ પ્રશંસા મળી હતી.

લાપતા લેડીઝમાં ફૂલકુમારીની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવી નિતાંશી ગોયલ ફેમસ થઈ છે. જે અનેક એવોર્ડ પણ જીતી ચૂકી છે. લાપતા લેડીઝથી ભારે લોકપ્રિયતા મેળવ્યા બાદ, નિતાંશી ગોયલ કાન્સમાં પહોંચી ગઈ છે.

જે અનેક એવોર્ડ પણ જીતી ચૂકી છે. લાપતા લેડીઝથી ભારે લોકપ્રિયતા મેળવ્યા બાદ, નિતાંશી ગોયલ કાન્સમાં પહોંચી ગઈ છે.

નીતાંશીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન સિરિયલોથી કરી હતી. તેમાં નાગાર્જુન - એક યોદ્ધા, પેશ્વા બાજીરાવ, ઇશ્કબાઝ, ડાયન અને થપકી પ્યાર કી જેવા શોનો સમાવેશ થાય છે.

નિતાંશીએ 2012માં ફિલ્મ વિક્કી ડોનરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમની અન્ય હિન્દી ફિલ્મોમાં એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી અને ઇન્દુ સરકારનો સમાવેશ થાય છે.

આમિર ખાનના ફિલ્મ પ્રોડક્શન અને કિરણ રાવના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'માં ફૂલ કુમારીની ભૂમિકા ભજવીને નીતાંશીએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
