22 વર્ષની અભિનેત્રીએ 611 કલાકમાં 34 કારીગરોએ તૈયાર કરેલો ડ્રેસ Cannes Film Festival 2025માં પહેર્યો, જુઓ ફોટો
Cannes Film Festival 2025માં અનુષ્કા સેનનું ડેબ્યુ ગાઉન ખુબ ચર્ચામાં છે.અનુષ્કા સેને પોતાના ગાઉનથી ભારતીય પરંપરા અને દક્ષિણ કોરિયન સંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરી છે. કારણ કે, આ ગાઉન 611 કલાકમાં 34 કારીગરોએ તૈયાર કર્યો છે. તો જુઓ ફોટો

અનુષ્કા સેને ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. 22 વર્ષની ઉંમરે મોટી સફળતાઓ મેળવી લીધી છે. પોતાની સફળતા અને ઉપલબ્ધિથી તેમણે કાન્સના ચોથા દિવસે ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર એક સુંદર વાઈન કલરનું મરમેડ સ્ટાઈલનું ગાઉન પહેર્યું હતુ.

મરમેડ સ્ટાઈલના પ્લમ બ્રાઈડલ સાટનથી બનેલું આ ગાઉન ખુબ સુંદર છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ગાઉન વિશે એક સ્ટોરી પોસ્ટ કરી હતી.

અનુષ્કાના ગાઉનમાં ભારત અને કોરિયાના કારીગરનું સુંદર કોમ્બિનેશન જોવા મળ્યું છે.જે રેશમ, સલમા સિતારા, બદલા, મુકૈશ, કુંદન, ટીલા અને ક્રિસ્ટલ થ્રેડ વર્કના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યું હતું.

આ ડિઝાઇન ફૂલોના વેલાથી બનાવવામાં આવી છે. તેની વચ્ચે મોર છે. અનુષ્કા સેને પોતાના ગાઉનથી ભારતીય પરંપરા અને દક્ષિણ કોરિયન સંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરી છે

અભિનેત્રીએ સ્ટોરી પોસ્ટ કરી કહ્યું આ ગાઉન બનાવવા 34 માસ્ટર કારીગરોની ટીમે 611 કલાકમાં બનાવીને તૈયાર કર્યું છે.

અનુષ્કા શર્માએ નમસ્તે અને કોરિયન હાર્ટ પોઝ આપી ચાહકોનું દિલ જીતી લીધું છે.તમને જણાવી દઈએ કે અનુષ્કા સેન સાઉથ કોરિયાની ટુરિઝમ્મ એમ્બેસેડર છે. અને કેટલાક ડ્રામામાં પણ કામ કર્યું છે.

'યહાં મેં ઘર ઘર ખેલી', 'બાલ વીર', 'દેવોં કે દેવ...મહાદેવ' અને 'ખૂબ લડી મર્દાની - ઝાંસી કી રાની', વગેરે જેવા અનેક ટેલિવિઝન શોમાં કામ કર્યા પછી તેણીએ ખ્યાતિ મેળવી છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
