ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને તેમની 17મી વેડિંગ એનિવર્સરી પર ફેમિલી ફોટો શેર કર્યો
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. 17મી વેડિંગ એનિવર્સરી પર કપલે એક પોસ્ટ શેર કરી છે. બંન્ને રાત્રે એક ફોટો શેર કરી ચાહકોને સરપ્રાઈઝ આપી હતી.

બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના સંબંધો વિશે દુનિયાભરના લોકો ગમે તે વાત કરે પરંતુ બંન્ને તેને નજરઅંદાજ કરી દે છે. તેના વિશે બોલનારાઓની બોલતી પણ બંધ કરી દે છે. 20એપ્રિલના રોજ બંન્નેની 17મી વેડિંગ એનિવર્સરી હતી. આ દિવસે ચાહકો બંન્નેની એક ઝલક જોવા માટે ખુબ ઉત્સુક હતા.

આખી રાત પસાર થઈ જતા સ્ટારે કોઈ ફોટો પોસ્ટ કર્યો ન હતો. અડધી રાત્રે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને એકબીજાનો ફોટો શેર કર્યો હતો. જેને જોયા બાદ ચાહકો ખુશ થયા હતા.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. સંપુર્ણ રીતિ રીવાજથી બંન્નેએ લગ્ન કર્યા હતા. આ વાતને 17 વર્ષ થઈ ચૂક્યા છે.આજે બંન્ને એક પુત્રી આરાધ્યા પણ છે. જે માતા-પિતા તેમજ દાદાની ખુબ નજીક છે. 17મી વેડિંગ એનિવર્સરી પર અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફેમિલી સેલ્ફી શેર કરી અને આ સાથે રેડ હાર્ટ ઈમોજી પણ રાખ્યું હતુ. આવી જ કોપી અભિષેકે પણ કરી હતી.

કપલે એક જ ફોટો પોત-પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ સ્ટારના ફોટો પર ઈશા દેઓલ, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, અંકુર ભાટિયા, ડબ્બુ મલિક, ઈનાયત વર્મા, રણવિજય સિંધા, લિજેસ ડિસુજા સહિત અન્યે હાર્ટ ઈમોજીથી ફોટો પર રિએક્શન આપ્યું હતુ.

આ ફોટોમાં આરાધ્યાનો ફોટો જોઈ લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. આરાધ્યા આ સેલ્ફીમાં ખુબ સુંદર લાગી રહી છે. એક ચાહકે કહ્યું અભિનંદન, અન્યએ કહ્યું ભવિષ્યમાં તમારા રસ્તા પર ચાલશે આ દિકરી, આરાધ્યા પિતા અભિષેક બચ્ચન જેવી લાગી રહી છે.






































































