અરે બાપરે.. કોરોના બાદ ચીનની લેબમાં તૈયાર થયો બીજો ઘાતક વાયરસ, જાણો નામ અને કઈ રીતે થયો તૈયાર

જ્યાં 5 વર્ષ પહેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે તેને ચીનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે આ બાદ ચીન દ્વારા વધુ એક વાયરસ પર કામગીરી શરૂ કરવામાં આવી છે.

| Updated on: May 25, 2024 | 5:50 PM
 હાલમાં જ ચીનમાંથી અન્ય એક ડરામણા સમાચાર આવી રહ્યા છે જ્યાં ચીનના વૈજ્ઞાનિકોએ જીવલેણ ઇબોલા વાયરસ રોગ અને તેના લક્ષણોનો અભ્યાસ કરવા માટે વાયરસના કેટલાક ભાગોનો ઉપયોગ કરીને એક વાયરસ તૈયાર કર્યો છે. હેબેઈ મેડિકલ યુનિવર્સિટીમાં તેના ઉપયોગનું વર્ણન કરતા સાયન્સ ડાયરેક્ટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે.

1 / 5
અહીં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ વાયરસને ચકાસવા માટે, હેમ્સ્ટર નામના પ્રાણીઓના જૂથને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં એક પ્રાણીને આ મ્યુટન્ટમાંથી બનાવેલા વાયરસનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. પરિણામ એ આવ્યું કે તેનું મૃત્યુ થયું.

2 / 5
અભ્યાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે હેમ્સ્ટરને માનવીય ઇબોલાના દર્દીઓ જેવા જ ગંભીર રોગો હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેમાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરનો સમાવેશ થાય છે. તેમાં ઇબોલા વાયરસનું પ્રોટીન ઉમેરવામાં આવ્યું હતું, જે વાયરસના કોષને ચેપ લગાડે છે અને તેને આખા માનવ શરીરમાં ફેલાવે છે. જ્યાં વાયરસનું ઇન્જેક્શન આપતાની સાથે જ હેમ્સ્ટરની આંખોની પ્યુપિલ્સમાંથી ડિસ્ચાર્જ આવવા લાગ્યો, જેના કારણે તેમની આંખોની રોશની બગડી.

3 / 5
આ અભ્યાસ દરમિયાન, ચાઇનીઝ વૈજ્ઞાનિકોએ વેસીક્યુલર સ્ટેમેટીટીસ વાયરસ (VSV) નામના એક અલગ વાયરસનો ઉપયોગ કર્યો હતો, જેમાં ગ્લાયકોપ્રોટીન (GP) નામનું પ્રોટીન હોય છે. જે વાયરસને કોષમાં મોકલે છે જે ચેપનો એક તબક્કો છે. તેથી જ્યારે તેઓએ મૃત પ્રાણીના અંગો કાપ્યા, ત્યારે તેઓએ જોયું કે વાયરસ હૃદય, યકૃત, બરોળ, ફેફસાં, કિડની, પેટ, આંતરડા અને મગજમાં એકઠા થઈ ગયા હતા, જેનાથી તેમનો અભ્યાસ સફળ રહ્યો હતો.

4 / 5
જો આપણે અહીં ઇબોલા વાયરસ વિશે વાત કરીએ તો, ઇબોલા વાયરસ રોગ એક ગંભીર ચેપી રોગ છે જે એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, શરીરના પ્રવાહી અથવા સ્ત્રાવ (મળ, પેશાબ, લાળ, વીર્ય) ના સંપર્ક દ્વારા ચેપ ફેલાય છે, પરંતુ જો તે લક્ષણો બતાવે તો જ. તમને જણાવી દઈએ કે, ઈબોલા હવા દ્વારા ફેલાતો નથી. આ રોગમાં મૃત્યુદર સામાન્ય રીતે ખૂબ ઊંચો હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, છેલ્લી વખત વિશ્વમાં મોટો ઈબોલા ચેપ 2014 અને 2016 ની વચ્ચે પશ્ચિમ આફ્રિકન દેશોમાં નોંધાયો હતો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">