Car Tips: ગાડીમાં એસી પેનલનો ઉપયોગ કેવી રીતે કરવો ? 99% લોકો નથી જાણતા, નોંધ લેજો ફાયદામાં રહેશો
ગાડીમાં ACનો બિનજરૂરી ઉપયોગ કરવાથી માઇલેજ 10 થી 15 ટકા ઘટી શકે છે અને કૂલિંગ પર્ફોર્મન્સમાં ઘટાડો પણ થઈ શકે છે. મોટાભાગના ડ્રાઇવરો AC પેનલનું સેટિંગ જાણતા નથી. એવામાં ચાલો જાણીએ કે, AC પેનલનો ઉપયોગ કઈ રીતે કરવો...

ભારતમાં 99 ટકાથી વધુ કાર માલિકો તેમની ગાડીના AC પેનલને યોગ્ય રીતે સેટ અને ઓપરેટ નથી કરતા. આનાથી કારનું માઇલેજ ઘટે છે અને ACનું કૂલિંગ પર્ફોર્મન્સ પણ તેની સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી શકતું નથી. આ સમસ્યા ફક્ત જૂની કારમાં જ નહી પરંતુ નવી અને એડવાન્સ ઓટો-AC સિસ્ટમ ગાડીમાં પણ જોવા મળે છે.

માઇલેજ પર અસર પડે છે: કારનું એસી કોમ્પ્રેસર એન્જિનના પાવરથી કામ કરે છે. જો એસી પેનલ ખોટી રીતે સેટ કરવામાં આવે છે, તો તે કોમ્પ્રેસર પર બિનજરૂરી ભાર મૂકે છે. હવે આ ભારને લીધે એન્જિનને વધારાની શક્તિ મેળવવા માટે વધુ ઇંધણની જરૂર પડે છે, જેના કારણે ઇંધણ વપરાશમાં વધારો થાય છે. એવું માનવામાં આવે છે કે, ખોટી સેટિંગ્સ માઇલેજને 10% થી 15% સુધી ઘટાડી શકે છે.

કૂલિંગ ઓછી રહે છે: મોટાભાગના લોકો એસીનું તાપમાન નીચું અને તેના પંખાની સ્પીડ મેક્સિમમ 4 અથવા 5 પર સેટ કરે છે. નિષ્ણાતોના મતે, આ સૌથી મોટી ભૂલ છે. ઝડપી ફેન સ્પીડથી વધુ હવા પ્રવાહ થાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે હવા ઠંડી રહેશે. હકીકતમાં, હવા ઝડપથી વહેતી હોવાથી તે Car Evaporator Core (જે હવાને ઠંડુ કરે છે) પર પૂરતો સમય રોકાતી નથી. પરિણામે, બહાર આવતી હવા ઓછી ઠંડી રહે છે.

એસી પેનલનો યોગ્ય રીતે ઉપયોગ કરવો હોય તો અહીં જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલા તો રીસર્ક્યુલેશન મોડ ચાલુ કરો. સવારે જ્યારે તમે ગાડી શરૂ કરો ત્યારે સૌથી પહેલા રીસર્ક્યુલેશન મોડ બટન દબાવો. આનાથી કારની અંદરની હવા ફરીથી ઠંડી થશે, જેનાથી બહારથી ગરમ હવા આવશે નહીં. પરિણામે, કાર ઝડપથી ઠંડી થશે અને એસી સિસ્ટમ પરનો ભાર ઓછો થશે.

ફેન સ્પીડ સેટ કરો: કારનું આંતરિક તાપમાન સામાન્ય ન થાય ત્યાં સુધી ફેન સ્પીડ 2 અથવા 3 ઉપર રાખો. આનાથી હવાને ઠંડક મેળવવા માટે પૂરતો સમય મળશે, જેના પરિણામે કારમાં સારી ઠંડક અનુભવાશે.

ટેમ્પરેચર સેટિંગ: 'એસી ટેમ્પરેચર નૉબ' હવા કેટલી ઝડપથી ચાલશે તે નહીં પરંતુ હવા કેટલી ઠંડી છે તે નક્કી કરે છે. આને 22-24°C પર સેટ કરવું યોગ્ય માનવામાં આવે છે. બીજું કે, આને હંમેશા 'Low' પર રાખવાની જરૂર નથી.

વેન્ટ્સને યોગ્ય દિશામાં રાખો: આમ જોઈએ તો, ઠંડી હવા ભારે હોય છે અને તે નીચે સ્થિર થાય છે. આથી, વેન્ટ્સને સીધા તમારા ચહેરા પર રાખવાને બદલે ઉપરની તરફ રાખો, જે ઠંડી હવાને કેબિનમાં સમાનરૂપે ફેલાવશે. આનાથી વધુ અસરકારક કૂલિંગ મળશે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
