Ruchi Gujjar : કાન્સ 2025 ફેસ્ટિવલમાં પીએમ મોદીના ફોટોવાળું નેકલેસ પહેરી લાઈમલાઈટ રહેનારી રુચિ ગુર્જર કોણ છે, જાણો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સુંદરીઓનો ગ્લેમર અંદાજ જોવા મળી રહ્યો છે. પરંતુ અભિનેત્રી રુચિ ગુર્જર લાઈમલાઈટમાં રહી છે. તો ચાલો જાણીએ કોણ છે રુચિ ગુર્જર

78માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના સ્ટાર પહોંચ્યા છે. રેડ કાર્પેટ પર પોતાનો ઝલવો દેખાડી રહ્યા છે. ભારતીય મોડલ અને અભિનેત્રી રુચિ ગુર્જરે પણ કાન્સના રેડ કાર્પેટ પર પોતાનો અંદાજ દેખાડ્યો છે. પરંતુ બધાનું ધ્યાન તેના નેકલેસ પર હતુ.

રુચિ ગુર્જરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા વાળું નેકલેસ પહેર્યું છે.જયપુરની રુચિ ગુર્જરે પોતાના લુકથી ચાહકોનું ધ્યાન ખેચ્યું હતુ.તો ચાલો જાણીએ કોણ છે રુચિ ગુર્જર, રુચિ ગુર્જર વર્ષ 2023માં મિસ હરિયાણા રહી ચૂકી છે. તે એક મોડલ અને અભિનેત્રી છે.

ગ્લેમર્સથી રુચિએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. રુચિએ જયપુરના મહારાની કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ તેમણે ફિલ્મી દુનિયામાં કરિયર બનાવવાનું સપનું પૂર્ણ કરવા માટે મુંબઈ આવી હતી. રુચિ જબ તુ મેરી ના રહી અને હેલી મે ચોર જેવા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે.

રુચિ ગુર્જરનો જન્મ રાજસ્થાનમાં ગુજ્જર પરિવારમાં થયો છે. ગ્લેમર્સની દુનિયામાં કરિયર બનાવવા માટે તેમણે અનેક પડકારનો સામનો કર્યો છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પહોંચવા માટે મારી કોમ્યુનિટીમાંથી એકલી છું.

રૂચિ, જેણે કેટલાક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, તે મોટા સપના જોઈ રહી છે. તેણીએ કહ્યું, 'હું સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગુ છું કારણ કે ચાહકો તેને પસંદ કરે છે.

' મને સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા છે. રૂચી ગુર્જરની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર 8 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
