Postpaid Plan : આટલું સસ્તુું ! VI, Jio અને Airtel કરતાં પણ સસ્તો છે BSNLનો પોસ્ટ પેઈડ પ્લાન, જાણો કિંમત
મોબાઈલ કંપનીઓએ માસિક પોસ્ટ પેઈડ અને પ્રીપેડ પ્લાનની કિંમતમાં 25 ટકાનો વધારો કર્યો છે. આ પછી મોબાઈલ યુઝર્સનું બજેટ બગડવા લાગ્યું છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે એક કંપનીનો સૌથી સસ્તો પોસ્ટ પેઇડ પ્લાન લાવ્યા છીએ જેને મોબાઇલ વપરાશકર્તાઓ લગભગ ભૂલી ગયા છે.

Reliance Jio, Vodafone Idea (Vi) અને એરટેલે તેમના પ્રીપેડ અને પોસ્ટ પેઈડ મોબાઈલ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આ વધારો 25% જેટલો કરવામાં આવ્યો છે અને જુલાઈ 2024 થી અમલમાં આવ્યો છે. ત્યારે તમામ કંપનીના પોસ્ટ પેઈડ પ્લાનમાં વધારો થયો છે, ત્યારે BSNL સૌથી સસ્તો પોસ્ટ પેઈડ પ્લાન આપી રહી છે જાણો તેની કિંમત

BSNLનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ₹199નો છે. આ પ્લાન 30 દિવસ માટે તમને 25GB ડેટા, અમર્યાદિત લોકલ અને નેશનલ કોલિંગ અને 100 SMSની સુવિધા આપે છે. આ સિવાય આ પ્લાનમાં ડેટા રોલઓવરની સુવિધા પણ છે, જેમાં તમે આવતા મહિના માટે 75GB સુધીનો ડેટા બચાવી શકો છો.

Airtel પોસ્ટપેડ પ્લાન : એરટેલનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ₹399 છે. આ પ્લાનમાં તમને 40GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને 100 SMS પ્રતિદિન મળે છે. જો કે, Airtel XStream એપ સિવાય આ પ્લાનમાં સ્ટ્રીમિંગ સેવાઓનો કોઈ વધારાનો લાભ નથી.

વોડાફોન-આઇડિયા પોસ્ટપેડ પ્લાન : Vodafone Idea (Vi) નો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ₹399 છે. આ પ્લાનમાં 40GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય આ પ્લાનમાં Vi Movies અને TV એપની ઍક્સેસ પણ સામેલ છે, પરંતુ અન્ય OTT સેવાઓનો લાભ તેમાં ઉપલબ્ધ નથી.

Jio પોસ્ટપેડ પ્લાન : Jioનો સૌથી સસ્તો પોસ્ટપેડ પ્લાન ₹399નો છે. આ પ્લાનમાં તમને 75GB ડેટા મળે છે, જેની સાથે 200GB સુધીના ડેટા રોલઓવરની સુવિધા છે. આ ઉપરાંત, આ પ્લાનમાં અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા શામેલ છે. આ પ્લાનમાં, તમે Netflix, Amazon Prime Video અને Disney + Hotstar જેવી OTT સેવાઓનો પણ લાભ લઈ શકો છો. અહીં આપેલી તમામ માહિતી મોબાઈલ કંપનીઓની વેબસાઈટ પરથી લેવામાં આવી છે.

































































