Stock Market: 1 શેર ઉપર 5 બોનસ શેર! લાલચમાં ના આવતા, રોકાણ કરતાં પહેલા 100 વાર વિચારજો નહીં તો….
સ્મોલ કેપ કંપની 5:1 રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કરશે. આનો અર્થ એ છે કે, કંપની દરેક 1 શેર ઉપર 5 બોનસ શેરની વહેંચણી કરશે. જો કે, રોકાણકારોએ આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતાં પહેલા 100 વાર વિચારવું પડશે.

સ્મોલ કેપ કંપની એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વાત એમ છે કે, સ્મોલ કેપ કંપની તેના શેરધારકોને બોનસ શેર આપવા જઈ રહી છે. સ્મોલ કેપ કંપની 5:1 રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કરશે. આનો અર્થ એ છે કે, કંપની દરેક 1 શેર ઉપર 5 બોનસ શેરનું વિતરણ કરશે. જો કે, રોકાણકારોએ આ સ્ટોકમાં રોકાણ કરતાં પહેલા કંપનીને લગતી કેટલીક બાબતો ખાસ જાણવી જોઈએ.

કંપનીએ હજુ સુધી બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ જાહેર કરી નથી. નોંધનીય છે કે, કંપનીના શેરમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. શુક્રવાર, 3 ઓક્ટોબર, 2025 ના રોજ, કંપનીના શેર ₹ 2,878 પર બંધ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુભવી રોકાણકાર મુકુલ અગ્રવાલનો પણ કંપનીમાં નોંધપાત્ર હિસ્સો છે.

છેલ્લા ત્રણ મહિનામાં કંપનીના શેર 207% વધ્યા છે. આશ્ચર્યજનક અને વિચારવાજનક વાત એ છે કે, એક જ મહિનામાં કંપનીના શેર 140% વધ્યા છે. હવે આ બધા વચ્ચે રોકાણકારોએ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, કંપનીની માર્કેટ કેપ 167 કરોડ રૂપિયાની આસપાસ છે.

વધુમાં પ્રમોટર્સની હિસ્સેદારી 57.33% છે અને પબ્લિકની હિસ્સેદારી 42.66% છે. વધુમાં જોઈએ તો, કંપનીના શેરહોલ્ડર્સની સંખ્યા ફક્તને ફક્ત 158 જેટલી છે. ઓટોરાઇડર્સ ઇન્ટરનેશનલે અગાઉ ઓક્ટોબર 2017 માં તેના રોકાણકારોને 1:1 ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કર્યું હતું.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ઓટોરાઇડર્સ ઇન્ટરનેશનલના શેર ગયા વર્ષે 1819% વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં, કંપનીના શેર 871% વધ્યા છે. સ્મોલ કેપ કંપની ઓટોરાઇડર્સ ઇન્ટરનેશનલના શેર છેલ્લા 6 મહિનામાં લગભગ 684% વધ્યા છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
