ટીવીની આ એન્કર ચૂંટણી જીતીને બની ગઈ ધારાસભ્ય, જાણો અપરિણીત યુવા મહિલા ધારાસભ્યના કરીઅર વિશે
આ રાજ્યમાં પ્રથમ વખત 3 મહિલા ધારાસભ્યો ચૂંટાયા છે, જેમાંથી એક ન્યૂઝ એન્કર રહી ચૂકી છે જે હવે MLA બનશે. તેણે મેઘાલયની રાજધાની શિલોંગમાં નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. તેણે ત્યાંથી આર્ટ્સમાં એમએ કર્યું. તેના પિતાનું નામ વાનરોચુઆંગ છે. તે અપરિણીત છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 2.5K વધુ ફોલોઅર્સ છે. મોડલ તરીકે તે સોશિયલ મીડિયા પર પહેલાથી જ લોકપ્રિય છે.

પાંચ રાજ્યના વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. તેમાં પણ મિઝોરમની ચૂંટણીનું પરિણામ એક દિવસ મોડું આવ્યું હતુ. જેમાં જોરમ પીપલ્સ મૂવમેન્ટે 40 સભ્યોની મિઝોરમ વિધાનસભામાં 27 બેઠકો જીતીને પોતાની સરકાર બનાવી છે.જોકે આ બધાની વચ્ચે ટીવીની પોપ્યુલર ન્યૂઝ એન્કર જે હવે MLA બનશે તે હાલ હેડલાઈન્સમાં છે.

મણિપુરની ચૂંટણીમાં પ્રથમ વખત 3 મહિલાઓ જીતી છે. જેમાં બેરીલ વેન્નેઈહસાંગીએ આઈઝોલ સાઉથ-3થી જીત મેળવી છે. બેરીલ મિઝોરમની સૌથી યુવા મહિલા ધારાસભ્ય બની છે. બેરીલ 32 વર્ષની છે. બેરીલે આઈઝોલ સાઉથ-3થી જીત મેળવી છે. બેરીલ જોરામ પીપલ્સ મુવમેન્ટના ઉમેદવાર હતા. બેરીલને કુલ 9370 વોટ મળ્યા. જ્યારે MNFના ઉમેદવાર એફ. લાલરામમાવિયાને 7956 મત મળ્યા હતા. આ રીતે બેરીલ 1414 મતોથી જીતી છે.

બેરિલ વેન્નેઈહસાંગીએ નોર્થ-ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી, શિલોંગમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેના પિતાનું નામ વાનરોચુઆંગ છે. તે પોપ્યુલર ટીવી એન્કર રહી ચુકી છે. ચૂંટણી પંચમાં એફિડેવિટ મુજબ તેમની પાસે કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. આ પહેલા તે આઈઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરની ચૂંટણી જીતી ચૂકી છે. બેરલ વેન્નેહિસાંગી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 250k ફોલોઅર્સ છે.

ચૂંટણી જીતતાની સાથે જ તેમણે મિઝોરમમાં મોટી લડાઈ શરૂ કરી દીધી. ચૂંટણી જીત્યા બાદ બેરિલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, મહિલાઓ માટે કોઈ લિંગ બાધ નથી. તે કંઈપણ કરવા માટે સ્વતંત્ર છે.બારીલે કહ્યું કે મહિલાઓ પોતાની પસંદગીનું કંઈ પણ કરી શકે છે. બરિલે વધુમાં કહ્યું કે તે તમામ મહિલાઓને આ કહેવા માંગે છે જેથી તેઓ લિંગ ભેદભાવમાંથી બહાર આવે. લિંગ જેવી બાબતો આપણને કંઈ કરતા રોકી શકતી નથી.

બેરિલ વેન્નીહસાંગી ઉપરાંત બે વધુ મહિલા ઉમેદવારોએ મિઝોરમ વિધાનસભા ચૂંટણી જીતી છે. ZMP ઉમેદવાર લાલરિનપુઇ અને MNFના પ્રવો ચકમા પણ જીત્યા છે. લાલરિનપુઈએ લુંગલેઈ ઈસ્ટથી કોંગ્રેસના ઉમેદવાર જોસેફ લાલહિનપુયાને હરાવ્યા. લાલરિનપુઈ 1646 મતોથી જીત્યા.