ખુલ્લા પગે ચાલવાથી થતા અદભૂત ફાયદા, જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય!
ખુલ્લા પગે ચાલવાથી શરીરને અનેક આરોગ્યલાભ મળે છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, નિયમિત ખુલ્લા પગે ચાલવું શરીરમાં ઊર્જા સંતુલન, રક્ત પરિભ્રમણ અને માનસિક શાંતિ માટે ફાયદાકારક છે. જાણો કે દરરોજ કેટલા મિનિટ ખુલ્લા પગે ચાલવું આરોગ્ય માટે ઉત્તમ ગણાય છે અને તે કેવી રીતે તમારા શરીર અને મનને તાજગી આપે છે.

પ્રકૃતિ માનવ જીવન માટે સર્વોચ્ચ ભેટ છે. તેમાં આરોગ્ય અને સુખાકારી માટે જરૂરી બધું સમાયેલું છે. સારું સ્વાસ્થ્ય મેળવવા માટે પ્રકૃતિ સાથેનો સંપર્ક અત્યંત મહત્વનો છે. જો તમારા દિવસમાં સમય ઓછો હોય, તો માત્ર થોડા મિનિટો માટે ઘાસવાળા બગીચામાં ખુલ્લા પગે ચાલવાનું શરૂ કરો. આ સરળ આદત તમને શારીરિક અને માનસિક રીતે અનેક લાભ આપશે. ( Credits: AI Generated )

જ્યારે આપણે ઘાસ, માટી અથવા રેતી પર ખુલ્લા પગે ચાલીએ છીએ, ત્યારે પગના તળિયાની ચામડી જમીન સાથે સીધી સ્પર્શમાં આવે છે. પગના તળિયામાં ઘણા મહત્વપૂર્ણ પ્રેશર પોઈન્ટ્સ અથવા મર્મબિંદુઓ હોય છે, જે શરીરના મુખ્ય અંગો, નર્વસ સિસ્ટમ અને ઊર્જા ચેનલ્સ સાથે જોડાયેલા છે. આ પોઈન્ટ્સ પર કુદરતી દબાણ પડવાથી શરીરમાં સૂક્ષ્મ સ્તરે ઉત્તેજના સર્જાય છે અને અનેક પ્રકારના લાભ મળે છે. પ્રેશર પોઈન્ટ્સ પર થતા હળવા દબાણથી નર્વસ સિસ્ટમને શાંતિ મળે છે અને માનસિક તાણ ઘટે છે.

ઘાસ અથવા રેતી પર ખુલ્લા પગે ચાલવાથી પગના તળિયે આવેલા એક્યુપ્રેશર બિંદુઓ પર સ્વાભાવિક દબાણ પડે છે. આ દબાણ શરીરના વિવિધ અંગો સાથે જોડાયેલા નર્વ પોઈન્ટ્સને સક્રિય કરે છે, જેના પરિણામે પાચન તંત્ર વધુ સારી રીતે કાર્ય કરે છે,કિડની, લિવર અને અન્ય અંગોની કાર્યક્ષમતા સુધારે છે. અને સમગ્ર શરીરનું આંતરિક સંતુલન જળવાઈ રહે છે. ( Credits: AI Generated )

આધુનિક જીવનશૈલીમાં ઊંઘની સમસ્યા સામાન્ય બની ગઈ છે, અને ઘણા લોકો અશાંતિપૂર્ણ ઊંઘથી પરેશાન રહે છે. જો તમે પણ શાંતિપૂર્ણ અને ગાઢ ઊંઘ મેળવવા માંગતા હો, તો આજથી જ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની આદત બનાવો. રોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ઘાસ પર ચાલવાથી શરીરને આરામ મળે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. ( Credits: AI Generated )

ભીની ઘાસ કે માટી પર ખુલ્લા પગે ચાલવું શરીર માટે એક કુદરતી થેરાપી સમાન છે. આ પ્રક્રિયા દરમિયાન શરીરમાં એકઠી થયેલી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જમીન દ્વારા બહાર નીકળી જાય છે, જેને આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને ઊર્જા સંતુલન માટે લાભદાયી માને છે. શરીરમાંથી વધારાની વિદ્યુત ઉર્જા બહાર જતા મન વધુ શાંત અને સ્થિર બને છે, તણાવ ઘટે છે અને ઊંઘની ગુણવત્તા સુધરે છે. સાથે જ, ખુલ્લા પગે ચાલવાથી તળિયે આવેલા નર્વ પોઈન્ટ્સ સક્રિય થાય છે, જે રક્તપ્રવાહને પ્રોત્સાહિત કરે છે અને શરીરમાં નવી તાજગીનો અનુભવ કરાવે છે. આ કારણસર રોજિંદી જીવનમાં ઓછામાં ઓછા 10-15 મિનિટ નાગા પગે ચાલવાનું નિષ્ણાતો સલાહ આપે છે. ( Credits: AI Generated )

ખુલ્લા પગે ચાલવું એડીનો દુખાવો, પગના સોજા અથવા થાક માટે એક કુદરતી ઉપચાર તરીકે કામ કરે છે. ઘાસ, માટી અથવા રેતી પર ખુલ્લા પગે ચાલવાથી પગના તળિયામાં આવેલા નર્વ પોઈન્ટ્સ પર દબાણ પડે છે, જે રક્તપ્રવાહને સુધારે છે અને સોજો ધીમે ધીમે ઘટાડી શકે છે. આ પ્રક્રિયા પગના હાડકાં અને મસલ્સને મજબૂત બનાવે છે અને એડીના દુખાવાથી રાહત આપે છે. નિયમિત રીતે થોડો સમય ખુલ્લા પગે ચાલવાથી પગનો થાક ઉતરી જાય છે. ( Credits: AI Generated )

સવારે અને સાંજે ખુલ્લા પગે ચાલવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે આ સમયે હવા તાજી હોય છે અને શરીર વધુ ઊર્જાવાન અનુભવ કરે છે. આયુર્વેદ મુજબ, વસંત ઋતુ ખુલ્લા પગે ચાલવા માટે વિશેષ ફાયદાકારક છે, કારણ કે આ સમયે શરીરમાં કફ દોષ વધુ સક્રિય બને છે. તમે દરરોજ સવારે અથવા સાંજે ખુલ્લા પગે ચાલવાની આદત અપનાવો તો આરોગ્યને સતત લાભ મળી શકે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) ( Credits: AI Generated )
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
