12.12 કલાકે કરોડો નોકરિયાતને નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે એવી તો શું ખુશખબર આપ્યા કે દરેક વ્યક્તિ થઈ આનંદિત ?
દેશના નાણાપ્રધાન નિર્મલા સિતારમણે આજે સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે નાણાકીય વર્ષ 2025-2026નું અંદાજપત્ર રજૂ કર્યું. આ અંદાજપત્રમાં નિર્મલા સિતારમણે, દેશના અર્થતંત્રને વેગવંતુ કરવા માટે અનેક પગલાંઓની જાહેરાત કરી. સમાજના તમામ વર્ગને સ્પર્શતા આ અંદાજપત્રમાં મોટામા મોટી જાહેરાત પગારદાર કરદાતા માટે પણ કરી હતી. જાણો.


નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે આજે નાણાંપ્રધાન તરીકે સંસદમાં 8મું અંદાજપત્ર રજૂ કર્યું. વિપક્ષના હોબાળ વચ્ચે બરાબર 11 વાગીને 02 મિનીટે નિર્મલા સિતારમણે અંદાજપત્ર વાંચવાની શરૂઆત કરી હતી.

લોકસભામાં એક કલાકને દસ મિનીટ સુધી નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રનુ વાંચન કર્યા બાદ, નિર્મલા સિતારમણે દેશના દરેક નોકરીયાત માટે મોટી જાહેરાત કરી. આ એક એવી જાહેરાત હતી જેનાથી નોકરી કરનાર દરેક વ્યક્તિ માટે ખુશ થાય.

અંદાજપત્રના ભાગ 2નું વાંચન કરતા નાણા પ્રધાન નિર્મલા સિતારમણે બરાબર 12 ને 12 કલાકે, આવકવેરાની મુક્તિ માટેની જાહેરાત કરી. આ જાહેરાત અનુસાર આવકવેરાની નવી કર પ્રણાલીમાં, વાર્ષિક 12 લાખની આવક મેળવનાર દરેક નોકરીયાતની આવક કરમુક્ત જાહેર કરી.

તમને જાણીને આશ્ચય થશે કે, દેશમાં વર્ષે 10 લાખની આવક મેળવનાર પગારદાર કરદાતાની સંખ્યામાં વર્ષોવર્ષ ભારે વધારો થવા પામ્યો છે.

નાણાકીય વર્ષ 2015-2016માં રૂપિયા 10 લાખ કે તેથી વધુની આવક મેળવનાર પગારદારની સંખ્યા 29.50 લાખ હતી. એટલે કે, 29 લાખ 50 હજાર લોકોએ તેમના રિટર્નમાં 10 લાખ કે તેનાથી વધુની આવક મેળવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, આ સંખ્યા પાંચ વર્ષમાં બમણા કરતા વઘી હતી. નાણાકીય વર્ષ 2020-2021ના વર્ષમાં રૂપિયા 10 લાખ કે તેથી વધુ આવક ધરાવનારાઓની સંખ્યા 81 લાખની થઈ હતી. એક ઘરમાં એક કમાનાર વ્યક્તિના પરિવારમાં પાંચ કે છ વ્યક્તિ ગણવામાં આવે તો, નિર્મલા સિતારમણની આ નવી જાહેરાત 4. 05 કરોડથી લઈને 4. 86 કરોડ વ્યક્તિને અસરકકર્તા થઈ છે.
નાણાપ્રધાન નિર્મલા સિતારમણે રજૂ કરેલ 2025-2026ના વર્ષના અંદાજપત્ર બાદ, દેશમાં કોણે કેટલો ઈન્કમટેક્સ ભરવો પડશે તે જણવા માટે આપ અહીં ક્લિક કરો.

































































