Budget 2025 Income Tax Relief : મધ્યમવર્ગને મોટી રાહત,વાર્ષિક રૂ. ₹12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં, વાંચો સંપૂર્ણ ટેક્સ રેજીમ
દેશના પગારદાર મધ્યમવર્ગ માટે મોટી રાહત આપતા નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025 માં મોટી જાહેરાત કરી છે. નવી ટેક્સ રેજીમ હેઠળ હવે 12 લાખ રૂપિયે સુધીની આવક ટેક્સ-ફ્રી રહેશે, તેમજ પગારદારોને ₹75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળશે, એટલે કે કુલ ₹12.75 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં.

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે શહેરી કામદારો અને ગીગ કામદારો માટે ઘણી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે ઈ-શ્રમ પોર્ટલ પર ઓળખ કાર્ડ અને ગીગ વર્કરોની નોંધણીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર ગીગ વર્કર્સ માટે હેલ્થ સ્કીમ પણ લાવશે. બજેટમાં પીએમ સ્વાનિધિ યોજના હેઠળ લોનની મર્યાદા પણ વધારવામાં આવી છે. નાણાપ્રધાને બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે પીએમ સ્વાનિધિ યોજનાને બેંકો પાસેથી વધેલી લોન, 30,000 રૂપિયાની મર્યાદા સાથે યુપીઆઈ લિંક્ડ ક્રેડિટ કાર્ડ્સ અને ક્ષમતા નિર્માણ સહાય સાથે સુધારવામાં આવશે.
હવે નવી ટેક્સ વ્યવસ્થામાં 0-4 લાખ રૂપિયા પર કોઈ ટેક્સ લાગશે નહીં. 4 થી 8 લાખ રૂપિયાની કમાણી પર 5% ટેક્સ લાગશે. 8 થી 12 લાખ રૂપિયાની આવક પર 10%, 16 થી 20%, 20 થી 24 લાખ રૂપિયાની આવક પર 25% અને 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે.
નાણામંત્રીએ ટેક્સને લગતી અન્ય ઘણી જાહેરાતો પણ કરી હતી. વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કર મુક્તિ મર્યાદા વધારીને ₹1 લાખ કરવામાં આવી છે. તેવી જ રીતે બજેટમાં ભાડા પર TDSની મર્યાદા વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. શિક્ષણ માટે રેમિટન્સ પરની TCS દૂર કરવામાં આવી છે. ઉચ્ચ ટીડીએસની જોગવાઈ ફક્ત PAN વગરના કેસમાં જ કરવામાં આવી છે. આ સિવાય ટેક્સ રિટર્ન ભરવાની મર્યાદા વધારીને 4 વર્ષ કરવામાં આવી છે.
નવી ટેક્સ સ્લેબ (New Tax Slab 2025)
વાર્ષિક આવક (₹) | ટેક્સ દર (%) |
---|---|
0 – 4,00,000 | 0% (કોઈ ટેક્સ નહીં) |
4,00,001 – 8,00,000 | 5% |
8,00,001 – 12,00,000 | 10% |
12,00,001 – 16,00,000 | 15% |
16,00,001 – 20,00,000 | 20% |
20,00,001 – 24,00,000 | 25% |
નવો આવક વેરા કાયદો આવશે
- દેશમાં નવું આવક વેરા કાયદો બનાવવામાં આવશે.
- સરકાર આગામી અઠવાડિયામાં નવું બિલ રજૂ કરશે.
- હાલ 1961નો જૂનો આવક વેરા કાયદો લાગુ છે, જે નવા કાયદા સાથે બદલાઈ જશે.
- બજેટ 2024માં સરકારે જાહેરાત કરી હતી કે ટેક્સ સિસ્ટમના સંપૂર્ણ સમીક્ષા બાદ નવો કાયદો લાવવામાં આવશે.
Income Tax : જાણો 10 સેકન્ડમાં તમારે કેટલો ભરવો પડશે આવકવેરો