HDFC Bank માંથી રૂપિયા 60 લાખની હોમ લોન લેવા કેટલો પગાર હોવો જોઈએ ? જાણો EMI કેટલી આવશે
HDFC બેંકમાંથી ₹60 લાખની હોમ લોન માટેના જરૂરી પગાર અને EMIની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે. જો તમારે લોન લેવી હોય તો શું શું વસ્તુ જરૂરી છે તે પહેલા જાણવું જોઈએ.

જો તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો હોમ લોન એક મહત્વનું સાધન બની શકે છે. દેશમાં લોકોનો મોટો હિસ્સો પોતાનું સપનુંનું ઘર મેળવવા માટે હોમ લોન પર આધાર રાખે છે. અન્ય તમામ લોનની તુલનામાં હોમ લોન સૌથી લાંબી મુદત માટે આપવામાં આવે છે અને તેથી તેમાં વ્યાજદર સૌથી ઓછો રાખવામાં આવે છે.

દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC બેંક હાલમાં 7.90% વ્યાજદરથી શરૂ થતી હોમ લોન ઓફર કરી રહી છે.

RBI એ આ વર્ષે રેપો રેટમાં 1% ઘટાડો કર્યો છે, જેના કારણે બજારમાં હોમ લોન સહિત અન્ય ઋણના વ્યાજદરમાં પણ ઘટાડો થયો છે. RBIના નિર્ણય બાદ HDFC બેંકે હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કરી ગ્રાહકોને રાહત આપી છે.

₹60 લાખની હોમ લોન મેળવવા માટે કેટલો પગાર જરૂરી તેની વાત કરવામાં આવે તો જો તમે 30 વર્ષની મુદત માટે ₹60 લાખની હોમ લોન લેવા માંગો છો, તો 7.90% વ્યાજદર પર તમારો માસિક પગાર ઓછામાં ઓછો ₹88,000 હોવો જરૂરી છે. જો તમારા નામે પહેલાથી કોઈ બીજી લોન ચાલી રહી હોય, તો લોન મર્યાદા અને પાત્રતા પર તેનો પ્રભાવ પડી શકે છે.

60 લાખની લોન પર EMI કેટલી આવશે તે અંગે વાત કરવામાં આવે તો HDFC બેંકના 7.90% વ્યાજદર અને 30 વર્ષની અવધિ સાથે ₹60 લાખની હોમ લોન પર દર મહિને આશરે ₹44,000 ની EMI ચૂકવવી પડશે.

લોન મંજૂરી અને વ્યાજદર નક્કી કરતી વખતે ક્રેડિટ સ્કોરનું મહત્વ ખૂબ જ વધારે છે. જો તમારો ક્રેડિટ સ્કોર નબળો હોય, તો બેંક લોન અરજી નકારી શકે છે. સારો ક્રેડિટ સ્કોર હોવા પર તમે બેંક સાથે વ્યાજદર ઘટાડવાની વાટાઘાટ પણ કરી શકો છો.
દેશમાં હવે ફક્ત ચાર જાહેર ક્ષેત્રની બેંકો જ રહેશે ? સરકારની મેગા મર્જર યોજના અંગે મોટી અપડેટ
