અંબાણી પરિવાર
મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના મોટા પુત્ર મુકેશ અંબાણીએ રિલાયન્સને દેશની સૌથી મોટી કંપની બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
હવે મુકેશ અંબાણીએ લગભગ દરેક ક્ષેત્રમાં પોતાનો બિઝનેસ વિસ્તાર્યો છે. ઓઈલ અને ગેસથી શરૂ થયેલો મુકેશ અંબાણીના બિઝનેસ હવે એટલો મોટો થઈ ગયો છે કે તેઓ ગમે તે ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેમાં લીડર બની જાય છે.
મુકેશ અંબાણી ફોર્બ્સ અને બ્લૂમબર્ગ સહિત ઘણા સૂચકાંકોમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય અમીરોની યાદીમાં ટોચ પર છે. હવે મુકેશ અંબાણીના બાળકો તેમના પિતાની બિઝનેસ સફરને આગળ વધારી રહ્યા છે. ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી અલગ-અલગ સેક્ટર દ્વારા પોતાની ઓળખ બનાવી રહ્યા છે. જ્યારે તેમની પત્ની નીતા અંબાણી સામાજિક કાર્યો દ્વારા દેશના જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી રહે છે.
મુકેશ અંબાણીનો નાનો ભાઈ અનિલ અંબાણી છે. જેના લગ્ન ફિલ્મ અભિનેત્રી ટીના મુનિમ સાથે થયા હતા. મુકેશ અને નીતા અંબાણીને બે પુત્ર અને એક પુત્રી છે. જેમના નામ ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી છે. જ્યારે અનિલ અને ટીના અંબાણીને બે પુત્ર છે. જય અનમોલ છે.