ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ.. અમદાવાદના આ વિસ્તારમાં બન્યું દેશનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જુઓ Photos
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 825 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ભારતનું સૌથી મોટું અને આધુનિક ખેલ પરિસર છે, જેમાં ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં અમદાવાદના નારણપુરા ખાતે ઓલિમ્પિક સ્તરના વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું. આ પરિસર લગભગ રૂ. 825 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના કેન્દ્રના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહે જણાવ્યું કે આ ખેલ પરિસર ભારતનું સૌથી મોટું અને વિશ્વના અદ્યતન ખેલ પરિસરોમાંથી એક છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને દરેક ક્ષેત્રમાં વિશ્વમાં નંબર વન બનાવવા નું લક્ષ્ય નક્કી કર્યું છે.

વીર સાવરકર ખેલ પરિસર 1,19,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને આધુનિક રમતગમત સુવિધાઓથી સજ્જ છે. તેમાં 7 પ્રવેશ દ્વાર, 900 વાહનો માટે પાર્કિંગ, 275 કિલોવોટ સોલાર પાવર પ્લાન્ટ, 60 કે.એલ.ડી. સ્યુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ખેલાડીઓ માટે હોસ્ટેલ અને કોચ માટે આવાસ સહિતની સુવિધાઓ છે. ઉપરાંત, આરોગ્ય અને પોષણ સહાય, તેમજ તકનીકી વિશ્લેષણ માટે થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. આ પરિસર પર્યાવરણમૈત્રી (ગ્રીન) છે અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની સંયુક્ત પહેલનું પરિણામ છે.

અમિત શાહે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષોમાં રમતગમત ક્ષેત્રે અભૂતપૂર્વ સુધારા થયા છે. 2014-15માં રમતગમત બજેટ રૂ. 1,643 કરોડથી વધારીને રૂ. 5,300 કરોડ કરવામાં આવ્યું છે. ખેલો ઈન્ડિયા સેન્ટરો, રાજ્ય શ્રેષ્ઠતા કેન્દ્રો અને એથલિટ અકાદમીઓની સ્થાપના કરવામાં આવી છે. ખેલાડીઓને ઈજા વ્યવસ્થાપન, પોષણ અને તાલીમની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

નવી રમત નીતિના પાંચ માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતને વૈશ્વિક મંચ પર અગ્રણી બનાવવું, રમતગમતને આર્થિક વિકાસમાં યોગદાન આપનાર ક્ષેત્ર બનાવવું, રમતગમત દ્વારા સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવું, રમતગમતને જન આંદોલન બનાવવું અને રમતગમતને શિક્ષણ સાથે સંકલિત કરવું સામેલ છે. આ સિદ્ધાંતોના માધ્યમથી રમતને માત્ર શારીરિક કસરત પૂરતું મર્યાદિત ન રાખીને તેને રાષ્ટ્રીય વિકાસ અને સર્વાંગી પ્રગતિનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવવા પર ભાર મુકાયો છે.

1948થી 2012 વચ્ચે ભારતે ફક્ત 20 ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. જ્યારે 2012થી 2020 દરમિયાન 15 ઓલિમ્પિક મેડલ અને 52 પેરાલિમ્પિક મેડલ મેળવવામાં સફળતા મળી હતી. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) હેઠળ ખેલાડીઓને નાણાકીય સહાય અને તાલીમ ઉપલબ્ધ કરવામાં આવી છે.
અમદાવાદની સૌથી અમીર કંપનીઓ, આખા દેશમાં છે ડંકો, જાણો નામ
