Stock Market : 14% લિસ્ટિંગ ગેઇન ! એગ્રોકેમિકલ પ્રોડક્ટસ બનાવતી કંપનીએ માર્કેટમાં ગજબની એન્ટ્રી મારી પણ રોકાણકારો મૂંઝવણમાં
જંતુનાશક અને ખાતર ઉત્પાદક કંપનીના શેરે આજે લોકલ બજારમાં જોરદાર એન્ટ્રી મારી છે. IPO ને જોરદાર પ્રતિસાદ મળ્યો, તેમ છતાંય રોકાણકારો ચિંતામાં જોવા મળી રહ્યા છે.

એડવાન્સ એગ્રોલાઇફના શેરે BSE પર ₹113.00 અને NSE પર ₹114.00 ના ભાવે બજારમાં એન્ટ્રી મારી છે. આનો અર્થ એ છે કે, રોકાણકારોને 14% નું લિસ્ટિંગ ગેઇન (એડવાન્સ એગ્રોલાઇફ લિસ્ટિંગ ગેઇન) મળ્યું છે. જો કે, શેરના ભાવ થોડા સમય બાદ તૂટી પડતાં રોકાણકારોમાં ચિંતા જોવા મળી હતી.

આ ઘટાડા પછી સ્ટોક BSE પર ₹109.00 ના ભાવે પહોંચી ગયો. ટૂંકમાં રોકાણકારો હવે 9% ના જ નફામાં છે. એડવાન્સ એગ્રોલાઇફનો ₹392.86 કરોડનો IPO 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. આ IPO ને રોકાણકારો તરફથી જોરદાર રિસ્પોન્સ મળ્યો હતો.

આ IPO હેઠળ ₹10 ની ફેસ વેલ્યુવાળા 1,92,85,720 નવા શેર જારી કરવામાં આવ્યા હતા. આ શેર દ્વારા એકત્ર કરાયેલા ફંડમાંથી ₹135.00 કરોડનો ઉપયોગ વર્કિંગ કેપિટલ માટે કરવામાં આવશે અને બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

જણાવી દઈએ કે, કંપનીના નાણાકીય આંકડાઓ મજબૂત છે. નાણાકીય વર્ષ 2023 માં, કંપનીએ ₹14.87 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2024 માં ₹24.73 કરોડ અને નાણાકીય વર્ષ 2025 માં ₹25.64 કરોડ થયો હતો.

કંપનીનું દેવું (Debt) નાણાકીય વર્ષ 2023 ના અંતે ₹25.29 કરોડ અને નાણાકીય વર્ષ 2024 ના અંતે ₹45.46 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025 ના અંતે ₹80.45 કરોડ થયું હતું. આ સમયગાળા દરમિયાન રિઝર્વ અને સરપ્લસ નાણાકીય વર્ષ 2023 ના અંતે ₹46.10 કરોડ તેમજ નાણાકીય વર્ષ 2024 ના અંતે ₹70.76 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025 ના અંતે ₹55.87 કરોડ થયું હતું.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
