દેવા નીચે દબાયેલી આ કંપનીને ખરીદશે અદાણી પાવર, રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી અપાઈ
લેન્કો અમરકંટક પાવર લિમિટેડના લેણદારોની સમિતિએ અદાણી પાવર લિમિટેડ દ્વારા સબમિટ કરેલા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. આ સંદર્ભમાં, અદાણી પાવરને 4 માર્ચ, 2024ના રોજ લેન્કો અમરકંટકની રિઝોલ્યુશન પ્રોફેશનલ એપ્રૂવિંગ કંપનીના રિઝોલ્યુશન પ્લાન તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થયો છે.

લેન્કો અમરકંટક પાવર લિમિટેડના લેણદારોની સમિતિએ અદાણી પાવર લિમિટેડ દ્વારા સબમિટ કરેલા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. આ સંદર્ભમાં, અદાણી પાવરને 4 માર્ચ, 2024ના રોજ લેન્કો અમરકંટકની રિઝોલ્યુશન પ્રોફેશનલ એપ્રૂવિંગ કંપનીના રિઝોલ્યુશન પ્લાન તરફથી લેટર ઓફ ઈન્ટેન્ટ પ્રાપ્ત થયો છે.

દેશના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ પૈકીના એક અદાણી ગ્રુપનું પાવર સેક્ટરમાં વર્ચસ્વ વધવા જઈ રહ્યું છે. અદાણી ગ્રુપની પાવર કંપની અદાણી પાવર માટે નવી ડીલનો રસ્તો સાફ થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી પાવર કંપની લેન્કો અમરકંટક માટે રિઝોલ્યુશન પ્રક્રિયામાં અદાણી પાવરના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી અપાઇ છે.

લેન્કો અમરકંટક છત્તીસગઢના કોરબા જિલ્લાના પથડી ગામમાં 2x300 મેગાવોટ (600 મેગાવોટ) થર્મલ પાવર પ્લાન્ટ (ફેઝI) ની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. પહેલા તબક્કાની ક્ષમતા હરિયાણા અને મધ્ય પ્રદેશ ડિસ્કોમ સાથે લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ્સ હેઠળ જોડાયેલી છે. તે બીજા તબક્કા હેઠળ 2x660 MW (1320 MW) વિસ્તરણ ક્ષમતા પણ સ્થાપિત કરી રહ્યું છે.

અમરકંટક પાવર લિમિટેડ દેવામાં દબાયેલી કંપની છે. ઘણી કંપનીઓ લેન્કો અમરકંટક પાવર ખરીદવામાં રસ ધરાવતી હતી. દક્ષિણ ભારતીય બજારમાં કાર્યરત લેન્કો અમરકંટકમાં સક્રિય પાવર પ્લાન્ટ છે, જેના કારણે ઘણી દિગ્ગજ કંપનીઓ હરાજી પ્રક્રિયામાં રસ દાખવી રહી હતી. અદાણી ઉપરાંત વેદાંતના અનિલ અગ્રવાલ, મુકેશ અંબાણી અને નવીન જિંદાલે પણ કંપનીમાં રસ દાખવ્યો હતો.

અદાણી ગ્રુપે ગત વર્ષે નવેમ્બરમાં પહેલા 3,650 કરોડ રુપિયાની ઓફર કરી હતી, તે પછી અદાણીએ તેની ઓફરમાં સુધારો કર્યો હતો અને ડિસેમ્બરમાં તેને વધારીને 4,101 કરોડ રુપિયા કરી હતી. નવીન જિંદાલની કંપની જિંદાલ પાવરે 12 જાન્યુઆરીએ પ્રક્રિયામાં રસ દર્શાવીને અરજી કરી હતી. જિંદાલ પાવરે 16 જાન્યુઆરીએ 100 કરોડની બેન્ક ગેરંટી સાથે 4,203 કરોડની ઓફર રજૂ કરી હતી, પરંતુ બાદમાં કંપનીએ તેની બિડ પાછી ખેંચી લીધી હતી.

આ સમાચાર સામે આવ્યા પછી NSE પર અદાણી પાવરનો શેર 0.89% વધીને ₹564.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 8% વધ્યો છે.
