શેરબજારમાં આવી રહ્યો છે એક રોકેટ IPO, જાણો તેની વિગતવાર માહિતી
બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO: બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO 21 મેના રોજ ખુલશે અને 23 મેના રોજ બંધ થશે. રોકાણકારો 20 મેના રોજ બોલી લગાવી શકે છે.

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝે રૂ. 2,150 કરોડના IPO માટે પ્રતિ શેર રૂ. 85-90ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, IPO 21 મેના રોજ ખુલશે અને 23 મેના રોજ બંધ થશે. રોકાણકારો 20 મેના રોજ IPOમાં એપ્લાય કરી શકે છે.

આ IPO ફ્રેશ છે અને આમાં કોઈ જ ઓફર ફોર સેલ નથી. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના IPO લોટની સાઇઝ 166 ઇક્વિટી શેરની છે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના IPO ના એક લોટ માટે રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા ₹14,940નું રોકાણ કરવું પડશે. રિટેલ રોકાણકારો વધુમાં વધુ 13 લોટ (2,158 શેર) માટે અરજી કરી શકે છે.

sNII માટે ન્યૂનતમ લોટ સાઇઝ 14 છે (2,324 શેર) જે ₹2,09,160નું રોકાણ કરવું પડશે, જ્યારે bNII માટે 67 લોટ (11,122 શેર) માટે ₹10,00,980નું રોકાણ કરવું પડશે.

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ એ ભારતમાં સ્થિત એક ઓટો વાહન કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે. જે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, કોમર્શિયલ વાહનો અને કૃષિ વાહનો માટે સેફટી સિસ્ટમ્સ અને અન્ય એન્જિનિયરિંગ સોલ્યુશન્સની સર્વિસ ઓફર કરે છે.

કંપનીના ગ્રાહકોમાં બજાજ, હોન્ડા, હીરો, જગુઆર લેન્ડ રોવર, રોયલ એનફિલ્ડ, વીઇ કોમર્શિયલ વ્હીકલ્સ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી અગ્રણી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. કંપનીએ 30 જૂન, 2024 સુધીમાં આઠ રાજ્યોના નવ શહેરોમાં 15 ઉત્પાદન પ્લાન્ટ સ્થાપ્યા છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ આપતું નથી.
રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. રોકાણના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
