Photo : ગુજરાતના આ જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની ભગવાનની આંગી, જુઓ અદ્ભૂત ફોટા
દેશ વિદેશમાં રહેલા અનેક યાત્રાધામમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેમજ મંદિરોને અવનવી રીતે શણગારતા પણ જોવા મળે છે. તેમજ ભગવાનને પણ જાત-ભાતના વાઘા પહેરાવેલા જોવા મળે છે. પરંતુ આજે આપણે રાજકોટના માંડવી આવેલા એવા જૈન દેરાસરની કરી રહ્યા છે. જેને વર્ષો જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે.

રાજકોટના સોની બજાર વિસ્તારના માંડવી ચોકમાં આવેલુ પ્રસિદ્ધ જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે. આ દેરાસર કરોડો રૂપિયાના સોના-ચાંદી અને હિરાથી જડેલુ છે.

ગુજરાતનું સૌ પ્રથમ દેરાસર છે કે જેને સોના-ચાંદી અને હિરાથી જડવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે માંડવી ચોકમાં આવેલા દેરાસરના તપગચ્છ સંઘના પ્રમુખ જીતુ દેસાઇએ જણાવ્યું હતું કે ઘણા પ્રાચિન ડાયમંડથી જડવામાં આવી છે.

તેમના જણાવ્યા અનુસાર જરુરિયાત અનુસાર કેટલાક નવા હિરા લેવામાં આવ્યાં છે.એટલે કે એક એક આંગીની કિંમત જોવા જઈએ તો 80 લાખથી લઈને 1 કરોડ સુધીની છે.

ચાંદીમાં સોનાનું પાણી ચડાવવામાં આવે છે. અને પછી તેમાં ડાયમંડ જડવામાં આવ્યા છે. આ એક ડાયમંડ ફિટ કરવાની મજુરી ખાલી 25 રૂપિયા છે. એક આંગીમાં ખાલી 10-15 હજાર ડાયમંડ હોય છે. જેને કારીગરો દ્વારા જડવામાં આવે છે.

આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી. હજુ પણ સોના-ચાંદીનું કામ ચાલી રહ્યુ છે. મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ પણ ચાલી રહ્યું છે.